
પીએમ મોદી અને UAEના રાષ્ટ્રપતિએ 50થી વધુ ગાડીઓના કાફલા સાથે રોડ શો યોજ્યો : એરપોર્ટ સર્કલ ખાતે બપોરે બે વાગ્યાથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ કમિશનરે રોડ શોની સમીક્ષા કરી હતી : જય શ્રીરામ અને ભારત માતા કી જયના નારા લાગ્યા :

અમદાવાદ
UAEના રાષ્ટ્રપતિને રિસીવ કરવા માટે PM મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એરપોર્ટ પહોંચ્યા હતા. આ દરમિયાન UAEના રાષ્ટ્રપતિનું ચાર્ટર્ડ પ્લેન અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યું હતું. ત્યારબાદ પીએમ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)ના પ્રેસિડેન્ટનો મેગા રોડ શો યોજાયો. અમદાવાદ ઍરપોર્ટથી શરૂ કરીને મહાત્મા મંદિર સુધીનો લાંબો 22 કિલોમીટરનો મેગા રોડ શો યોજાયો હતો.પીએમ મોદી અને UAEના રાષ્ટ્રપતિએ 50થી વધુ ગાડીઓના કાફલા સાથે રોડ શો યોજ્યો હતો. UAEના રાષ્ટ્રપતિએ રોડ શો દરમિયાન હાથ હલાવી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. UAEના ડેલિગેશને પણ મોબાઈલમાં આ રોડ શોનો વીડિયો ઉતાર્યો હતો.એરપોર્ટ સર્કલ ખાતે બપોરે બે વાગ્યાથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ કમિશનરે રોડ શોની સમીક્ષા કરી હતીબાળકો હાથમાં સુસ્વાગતમ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પોસ્ટર લઇ સ્ટેજ પર ઉભા હતા. આ દરમિયાન જય શ્રીરામ અને ભારત માતા કી જયના નારા લાગ્યા હતા.
આ રોડ શો દરમિયાન કુલ 24 જગ્યાએ સ્વાગત સ્ટેજ બનાવવામાં આવ્યા છે. આ સ્વાગત સ્ટેજ સહિત લોકો રોડ શો રૂટ પર લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ, તેમજ 14 રાજ્યોની અલગ અલગ ઝાંખી દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ પર સ્વાગત સત્કાર કરવામાં આવ્યુ. ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, જમ્મુકાશ્મીર, તમિલનાડુ, કેરલાની પરંપરાગત સંસ્કૃતિઓની ઝાંખી દર્શાવતુ પ્રદર્શન રોડ શો રૂટ કરવામાં આવ્યુ હતુ. રોડ શોને પગલે સુરક્ષાનો પણ ચાંપતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. અમદાવાદ ઍરપોર્ટથી લઈને મહાત્મા મંદિર સુધી 7000 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા.આ રોડ શો અમદાવાદનો પ્રથમ પ્લાસ્ટિક ફ્રી રોડ શો છે. પ્લાસ્ટીકની બોટલ, પાન મસાલા અને ચાના કપ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઠેર ઠેર 14 જેટલી પાણીના પરબની વ્યવસ્થા કરવામાં આવી છે.

અમદાવાદના દાઉદી વોરા સમાજના લોકો રોડ શોમાં જોડાયા છે. બાપુનગરના દાઉદી વોરા સમાજના લોકો રોડ શોને લઈ ઉત્સુક છે. તેમણે જણાવ્યું હતું કે, પીએમ ગુજરાતી છે જેનું ગૌરવ છે અને UAE ના રાષ્ટ્રપતિની ઝલક મેળવવા આવ્યા છીએ. તમામ કામ પડતા મૂકીને નાગરિકો રોડ શોમાં પહોંચ્યા છે.
બપોરે એરપોર્ટ સર્કલ પર ઘણાં પેસેન્જરો ચાલતા જતા હતા ત્યારે પેસેન્જરોને તકલીફ ન પડે અને સમયસર એરપોર્ટ પહોચી શકે તેના માટે અમદાવાદ ક્રાઈમ બ્રાંચના ડીસીપી ચૈતન્ય મંડલીકે પોતાની સરકારી ગાડી તથા બીજા પોલીસ વાહનોમાં પેસેન્જરોને બેસાડીને એરપોર્ટ સુધી ઉતર્યા હતા. ઘણાં પેસેન્જરોએ એવા પણ હતા કે જેઓ સમયસર એરપોર્ટ સુધી પહોચી શક્યા ન હોત તો તેઓ ફ્લાઈટ પણ ચૂકી ગયા હોત.શાહીબાગથી એરપોર્ટ જવાના રસ્તા પર ઠેર ઠેર બેરીકેટિંગ અને પોલીસ જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા હતા. આ સમયે એરપોર્ટ પર જવાવાળા પેસેન્જરોને કોઈ તકલીફ પડે નહી તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું.