*એ.સી.બી.ની સફળ ટ્રેપ*
ફરીયાદી : એક જાગૃત નાગરીક
આરોપી : (૧) નાથુભાઇ ભવાનભાઇ ચૌધરી, હેડ કોન્સ્ટેબલ, વર્ગ-૩, સલાબતપુરા પો.સ્ટે., સુરત શહેર
(૨) અબ્દુલ ગની સરદારભાઇ શેખ, (પ્રજાજન), ઉં.વ.,૪૯ રહે.ઘર નંબર.૩૦૩, સંજર સોસાયટી, વિભાગ-૩, હલીમા રેસીડન્સી પાસે, ઊન ગામ, સુરત શહેર
ગુનો બન્યો : તા.૦૯/૦૧/૨૦૨૪
લાંચની માંગણીની રકમ : રૂ.૭૫,૦૦૦/-
લાંચ સ્વિકારેલ રકમ : રૂ.૭૫,૦૦૦/-
લાંચ રીકવર કરેલ રકમ : રૂ.૭૫,૦૦૦/-
ગુનાનું સ્થળ :
સલાબતપુરા ભગતસિંહ ચોકથી બારડોલી પીઠાની ગલીના નાકે મારવાડીની ચાની દુકાનની સામે જાહેર રોડ ઉપર, સુરત શહેર
ગુનાની ટુંક વિગત :
આ કામના ફરીયાદી તેમના મિત્રના જી.એસ.ટી. નંબર ઉપર કાપડનો વેપાર-ધંધો કરતા હતા. જે બાબતે આ કામના આરોપી નં.(૧) અને (૨) બન્ને તા.૨૯/૧૨/૨૦૨૩ના રોજ ફરિયાદીની દુકાન ઉપર જઇ ફરિયાદીને જણાવેલ કે તમે બીજાના જી.એસ.ટી. નંબર ઉપર ખોટો વેપાર ધંધો કરો છો ? જે બાબતે તમારા વિરુધ્ધમાં અરજી આવેલ છે, જેમાં આરોપી નં.(૧) નાએ ફરીયાદીને વેપાર-ધંધામાં હેરાન-પરેશાન નહી કરવાના અવેજ પેટે રૂ.૭૫,૦૦૦/-ની લાંચની માંગણી કરેલ અને જે લાંચની રકમ આરોપી નં.(૨)ને આપી દેવા જણાવેલ. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, ફરીયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે ફરીયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરતા, આ કામના આરોપી નં.(૨) લાંચના છટકા દરમ્યાન ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચની રકમ રૂ.૭૫,૦૦૦/- સ્વીકારી સ્થળ પર પકડાઇ ગયેલ છે. આરોપી નં.(૧) નાઓ સ્થળ ઉપર હાજર મળી આવેલ નથી.
નોધ : આરોપી નં.(૨)ને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
ટ્રેપિંગ અધિકારી :
શ્રી આર.કે.સોલંકી, પોલીસ ઇન્સ્પેકટર, સુરત ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે. સુરત તથા એ.સી.બી. સ્ટાફ
સુપરવિઝન અધિકારી :
શ્રી કે.આર.સકસેના, ઇન્ચાર્જ મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરત.