VGGS-૨૦૨૪ અંતર્ગત હેલિપેડ, ગાંધીનગર ખાતે બે લાખ ચોરસ મીટર વિસ્તારમાં આયોજિત દેશના સૌથી વિશાળ ‘વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો’ની આજે કેન્દ્રીય બંદરો,જહાજ અને જળમાર્ગ મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલ સૌજન્ય મુલાકાત કરી હતી.
આ મુલાકાત વેળાએ મંત્રીશ્રીને બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા યોજવામાં આવેલા પ્રદર્શન વિશે અધિકારીઓએ માહિતગાર થયા હતા. આ પેવેલિયનમાં ભારતના ૧૨ મહત્વના બંદરો અને લોથલ ખાતે બનાવવામાં આવી રહેલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પલેક્ષની વર્ચ્યુઅલ રિયાલિટી દ્વારા દર્શકોને રૂબરૂ જીવંત અનુભવ કરવામાં આવી રહ્યો છે.જે અંગે મંત્રીશ્રીએ માહિતી મેળવી હતી તથા પેવેલિયનમાં મંત્રાલય દ્વારા થઈ રહેલા મહત્વના પ્રોજેક્ટ અને યોજનાઓને દર્શાવતી ફિલ્મ પણ નિહાળી હતી.
આ દરમિયાન ગુજરાત મેરિટાઈમ બોર્ડના વાઈસ ચેરમેન- CEO શ્રી રાજકુમાર બેનીવાલ,ઈન્ડિયા પોર્ટ એસોસિયેશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તથા મંત્રાલયના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી ચર્ચા કરી હતી.