VGGS-૨૦૨૪ અંતર્ગત હેલિપેડ, ગાંધીનગર ખાતે બે લાખ ચોરસ મીટર વિસ્તારમાં આયોજિત દેશના સૌથી વિશાળ ‘વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો’ માં ટેક્સટાઇલ , ભારતીય રેલવે તેમજ આરોગ્ય મંત્રાલયના પેવેલિયનની કેન્દ્રિય મંત્રી શ્રી પિયુષ ગોયલે મુલાકાત કરી હતી.
આ ટેક્સટાઇલ પેવેલિયનમાં હેન્ડલૂમ, હેન્ડિક્રાફ્ટ,ખાદી ઇન્ડિયા,નેશનલ ટેકનિકલ ટેકસટાઇલ મિશન,નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી દ્વારા તૈયાર કરાયેલા વિવિધ વસ્ત્રો,સાડીઓ શાલ સહિત વિવિધ આર્ટિકલ્સ નિહાળી વિગતો મેળવી હતી.
આ વેળાએ મંત્રીશ્રીએ ફેશન ટેકનોલોજીના વિદ્યાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો હતો.
કેન્દ્રીય મંત્રીએ ઇન્ડિયન હેન્ડિક્રાફ્ટ એન્ડ હેન્ડલૂમને મળેલા વિવિધ GI ટેગનું પ્રદર્શન નિહાળ્યું હતું.
અમૂલ અને હરિયાણા રાજ્ય સહિતના પેવેલિયનની પણ મંત્રીશ્રીએ મુલાકાત લીધી હતી.