કોંગ્રેસે રામ મંદિર ઉદ્ઘઘાટન સમારોહમાં હાજરી આપવાના આમંત્રણને ફગાવી દીધું છે અને સોનિયા ગાંધી, ખડગે સહિતના નેતાઓ આ આ ક્રાર્યક્રમમાં હાજરી આપશે નહીં, આ બધાની વચ્ચે હવે ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાએ હાઈકમાન્ડના નિર્ણય સામે વાંધો વ્યક્ત કર્યો છે.અર્જુન મોઢવાડિયાએ એક્સ પર હાઈકમાન્ડના નિર્ણયની ટીકા કરી છે. જયરામ રમેશની પોસ્ટને ટેગ કરીને તેમણે કહ્યું કે ભગવાન રામ અમારી મૂર્તિ છે.
આ દેશવાસીઓની આસ્થા અને વિશ્વાસની વાત છે. કોંગ્રેસે રામ મંદિર મામલે આવો રાજકીય નિર્ણય ન લેવો જોઈએ. કોંગ્રેસના અન્ય નેતા આચાર્ય પ્રમોદ ક્રિષ્નમે કહ્યું કે શ્રી રામ મંદિરના આમંત્રણને નકારવું એ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ અને આત્મઘાતી નિર્ણય છે, આજે હૃદય તૂટી ગયું છે.
આમંત્રણને ફગાવી દેતા કોંગ્રેસે કહ્યું કે આ ભાજપનો રાજનીતિકરણ પ્રોજેક્ટ છે. ધર્મ એ અંગત બાબત છે. પરંતુ ભાજપ અને સંઘે અયોધ્યામાં રાજકીય પ્રોજેક્ટ બનાવ્યો છે. ભાજપ-આરએસએસના નેતાઓ અધૂરા મંદિરનું ઉદ્ઘઘાટન કરી રહ્યાં છે. તે આ બધું ચૂંટણીમાં ફાયદા માટે કરી રહ્યાં છે.
भगवान श्री राम आराध्य देव हैं।
यह देशवासियों की आस्था और विश्वास का विषय है। @INCIndia को ऐसे राजनीतिक निर्णय लेने से दूर रहना चाहिए था। pic.twitter.com/yzDTFe9wDc
— Arjun Modhwadia (@arjunmodhwadia) January 10, 2024
કર્ણાટકમાં રામ મંદિર અભિષેકની ઉજવણી કરવામાં આવી રહી છે. કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર છે. કર્ણાટક સરકારે હાઈકમાન્ડના નિર્ણયનો બચાવ કર્યો હતો. કર્ણાટકના ઉપમુખ્યમંત્રી ડીકે શિવકુમારે કહ્યું કે આપણે બધા હિન્દુ છીએ. હું હિંદુ છું. હું રામનો ભક્ત છું. હું હનુમાન ભક્ત છું. આપણે બધા અહીંથી પ્રાર્થના કરીએ છીએ. રામ આપણા હૃદયમાં છે. આપણા દિલમાં રાજનીતિ માટે કંઈ નથી.
કોંગ્રેસના નિર્ણય પર ભાજપ આક્રમક બન્યું છે, ભાજપના પ્રવક્તા નલિન કોહલીએ કહ્યું કે કોંગ્રેસે આટલા વર્ષોમાં રામ મંદિર માટે કોઈ પગલું ભર્યું નથી. કોંગ્રેસ ભગવાન રામના અસ્તિત્વનો પણ ઇનકાર કરી ચૂકી છે. કોંગ્રેસ હાઈકમાન્ડે સ્પષ્ટ કરી દીધું છે કે તે અયોધ્યા નહીં જાય. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે જે લોકો ભગવાન રામને કાલ્પનિક કહે છે તેમના માટે આ નવો નિર્ણય નથી. કોંગ્રેસે અયોધ્યામાં બાબરી મસ્જિદનું પુનર્નિર્માણ કરવાનું વચન આપ્યું હતું. 2024માં ભગવાન રામનો બહિષ્કાર કરનાર કોંગ્રેસનો જનતા હવે બહિષ્કાર કરશે. મનોજ તિવારી કહે છે કે ત્રેતાયુગના રાવણે પણ દિમાગ ગુમાવી દીધું હતું.