સોશિયલ મીડિયા પર આપણને દરરોજ નવા નવા ચમક્તાર સમાન વીડિયો અને ફોટોઝ જોવા મળતા હોય છે. ઘણી વાર અજીબોગરીબ ઘટનાઓ વાયરલ થઈ જતી હોય છે. જ્યારે અમુક એવા વીડિયો પણ હોય છે, જે આપણને જોવા ગમતા હોય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બાળક ABCDના અક્ષરોમાં મોદી સરકારની યોજનાઓના નામ ફટાફટ ગણાવી રહ્યો છે.
આ બાળક જરાં પણ અટક્યા વિના મોદી સરકારની તમામ યોજનાઓના નામ ગણાવી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
इस बच्चे ने अंग्रेजी वर्णमाला को नए तरीके से परिभाषित कर दिया। दिल जीत लिया छोटू ने…!
😅😅🚩🚩 pic.twitter.com/zzEVmvfj1k— Bhaskar Mishra (@Bhaskar_m11) January 9, 2024
વીડિયોમાં એક બાળકે પીએમ મોદી સરકારની યોજનાઓને અંગ્રેજી વર્ણમાલાના તમામ અક્ષરો સાથે જોડીને અદ્ભૂત પ્રતિભાનું પ્રદર્શન કરી રહ્યો છે. આ વીડિયોમાં નાનુ બાળક A, B, C, D થી લઈને Z સુધીના તમામ અક્ષરો બોલતા સાથે સાથે તેના અર્થમાં મોદી સરકારની એક એક યોજનાઓ ગણાવી રહ્યો છે. બાળકે આખા શોમાં જરાં પણ અટક્યા વિના અને ગભરાયા વિના મોદી સરકારની સરકારી યોજનાના નામ ગણાવી દીધા હતા.
વાયરલ વીડિયોમાં બાળક પીએમ મોદીની સ્કીમો ગણાવી રહ્યો છે. તેમાં ‘A’થી આયુષ્યમાન ભારત અને ‘B’થી બેટી બચાઓ, બેટી પઢાઓ, C થી કરપ્શન ફ્રી ઈંડિયા વગેરે સાથે Z સુધીની તમામ યોજનાઓના નામ બતાવી રહ્યો છે. શોમાં રહેલા લોકો આ અદ્ભૂત પ્રતિભા જોઈને દંગ રહી ગયા હતા.
બાળકે આ વાયરલ વીડિયોમાં એવું પણ કહ્યું કે, તે પીએમ મોદીનો ચાહક છે. તેમના ભાષણથી લઈને તેમણે કરેલા વિકાસ કાર્યોના ખૂબ જ વખાણ કરે છે.