રાજ્યમાં જ નહીં પણ દેશમાં કોરોના એ કાળો કેર વર્તાયો છે. ત્યારે રોજબરોજના કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાતમાં નવરાત્રીનું ખૂબ જ મહત્વ હોવા છતાં રાજ્ય સરકાર કોરોનાના કારણે મંજૂરી ગરબાની આપવાના મૂડમાં નથી, અને ભાજપના પ્રદેશ પ્રમુખ દ્વારા પણ આ મુદ્દે કોરોનાથી પ્રજાને બચાવવા ગરબાને મંજૂરી આપવાના મૂડમાં નથી, અને તેમણે સ્પષ્ટ સંકેત સાથે જણાવી દીધું છે. ત્યારે ગરબા આયોજકો અને ગરબા ક્લાસીસોમા હાલ જ્યારે મંદિ પ્રવર્તી રહી છે અને ધંધો ચોપટ થઇ ગયા છે ત્યારે જે જગ્યાએ ગરબાનું આયોજન અને જ્યાં ભાડેથી ક્લાસીસ ચાલે છે ત્યાં ભાડા ભરવામાં પણ સંચાલકોને ફીણ આવી ગયા છે. અત્યારે કોરોનાના કારણે ગરબા કલાસીસમાં જે 6 સિફ્ટ ચાલતી હતી તે હાલ એક જ ચાલે છે. ત્યારે હાલ ધંધો ચોપટ થઇ ગયા હોવાનું અને મંદિ પ્રવર્તી રહી હોવાનું જણાવે છે.