દેશમાં કોરોનાવાયરસ પછી અર્થતંત્રથી લઈને લોકોને ઘર ચલાવવાના અત્યારે ફાંફા પડી ગયા છે, ત્યારે લોકડાઉનમાં સેક્સ વર્કરોથી લઈને અનેક લોકો કાયદાના ચૂંગાલમાં ફસાયેલા છે, ત્યારે મુંબઇ હાઇકોર્ટ વેશ્યાગીરી ને લગતો એક મહત્વનો ચુકાદો આપતાં ગુરૂવારે કહ્યું હતું કે કાયાના સોદા કરવા એ કાયદાની દ્રષ્ટિએ કોઇ અપરાધ બનતો નથી. હાઈકોર્ટ ત્રણ સેક્સ વર્કર આઝાદ કરવાનો આદેશ આપ્યો હતો. હાઇકોર્ટે કહ્યું કે કોઇ પણ મહિલાને એનો વ્યવસાય નક્કી કરવાનો અધિકાર છે. પોલીસ આવા સેક્સ વર્કરને પૂછયા વિના એની ધરપકડ કરી શકે નહીં. જસ્ટિસ પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું કે ઇમોરલ ટ્રાફિક (પ્રિવેન્શન) એક્ટ (PITA) 1956થી વેશ્યાગીરીનો અંત આવવાનો નથી. કાયદા માં એવી કોઈ કામ નથી જે માયાના સોદા કરવાને ગુનો ગણાવતી હોય પોલીસ આ રીતે સેક્સ વર્કરની ધરપકડ કરી શકે નહીં. આ ઐતિહાસિક ચુકાદો આવ્યા બાદ હાઇકોર્ટે 20, 22 અને 23 વર્ષની એવી ત્રણ મહિલાને આઝાદ કરી દેવાનો પોલીસને આદેશ આપ્યો હતો. આ ત્રણેને મુંબઈ પોલીસે 2019 ના સપ્ટેમ્બરમાં એક મહિલા હોસ્ટેલ માંથી પકડી હતી. તમને સપડાવવા પોલીસે એક બનાવટી ગ્રાહક મોકલ્યો હતો. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ આ ત્રણેને એક મહિલા હોસ્ટેલમાં રાખવાનો આદેશ આપ્યો હોત અને પ્રોબેશન ઑફિસર પાસે ખુલાસો માગ્યો હતો. ત્યારબાદ આ મહિલાઓએ હાઇકોર્ટમાં અરજી કરી હતી.