સતત ત્રીજી વખત લોકસભા ચૂંટણી જીતવાની ભાજપની તડામાર તૈયારી કરી રહ્યું છે. ભાજપે ફરી એકવાર 2019ની રણનીતિ અપનાવવાનું નક્કી કર્યું છે. આ અંતર્ગત ભાજપ આ મહિનાના અંત સુધીમાં ઉમેદવારોની યાદીની જાહેરાત કરી શકે છે.
લોકોસભાની ચૂંટણીને લઇ ભાજપ એડીચોટીનું જોર લગાવી રહી છે. લોકસભા ચૂંટણી જીતવા માટે ભાજપ અડીખમ રીતે કામગીરીમાં લાગી ગઇ છે. ભાજપ મિશન લોકસભા ચૂંટણીને લઇ કામગીરી તેજ કરી છે.ભાજપે પણ ચૂંટણી માટે ઉમેદવારોની યાદી તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે. ભાાજપની પ્રથમ યાદી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવી શકે છે. ભાજપની આ પ્રથમ યાદીમાં PM મોદીનું નામ સામેલ થશે. સૂત્રોનું કહેવું છે કે, PM મોદી ફરી એકવાર વારાણસીથી ચૂંટણી લડશે. આમ કરીને તેઓ એકસાથે UP અને બિહારને નિયંત્રિત કરી શકશે. આ બંને રાજ્યોમાં લોકસભાની કુલ 120 બેઠકો છે, જે કુલ 545 લોકસભા બેઠકોમાંથી એક ચતુર્થાંશથી વધુ છે.
પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ લલ્લાના અભિષેક બાદ ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક 22 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી વચ્ચે યોજાઈ શકે છે. આ બેઠકમાં પાર્ટી દ્વારા લોકસભા ચૂંટણી લડનારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી શકે છે. માનવામાં આવે છે કે જો પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા ચૂંટણી લડશે તો તેમનું નામ પણ પ્રથમ યાદીમાં સામેલ થઈ શકે છે.
પાર્ટી સૂત્રોનું કહેવું છે કે આ વખતે ભાજપ વર્ષ 2019 કરતા વધુ સીટો પર ચૂંટણી લડવા જઈ રહી છે. ગત વખતે તેનું પંજાબમાં અકાલી દળ અને તમિલનાડુમાં AIADMK સાથે ગઠબંધન હતું, જેના કારણે તેને બંને રાજ્યોમાં ઘણી ઓછી બેઠકો મળી હતી. પરંતુ આ વખતે બંને રાજ્યોમાં તેના જૂના સાથીઓ સાથેનું જોડાણ તૂટી ગયું છે. આવી સ્થિતિમાં ભાજપ બંને રાજ્યોમાં વધુમાં વધુ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે આ બંને રાજ્યોમાં તેની સીટો પહેલા કરતા વધુ વધે તેવી શક્યતા છે.