ડીસામાં જીપના ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક પર સવાર પતિ, પત્ની અને બે બાળકો સહિત ચારને ઈજા

Spread the love

ડીસામાં આજે વધુ એક અકસ્માતનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં બાઇક પર સવાર ઠક્કર પરિવારને જીપના ચાલકે ટક્કર મારી હતી, જેના કારણે ચાર લોકો ગંભીર રીતે ઘવાયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ડીસામાં રહેતા પ્રકાશ ઠક્કર પત્ની અને બે બાળકો સાથે બાઇક પર વેલુનગર વિસ્તારમાંથી પસાર થઇ રહ્યા હતા.તે જ સમયે જીપના ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક પર સવાર પતિ, પત્ની અને બે બાળકો સહિત ચાર લોકો રોડ પર પડી ગયા હતા અને ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટના બાદ આસપાસના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને રાહત કાર્ય શરૂ કર્યું હતું અને તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. આ અકસ્માતમાં પ્રકાશભાઈ અને તેમના પરિવારને પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી અને હાલ તેઓ સારવાર હેઠળ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com