‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો-૨૦૨૪’ ગાંધીનગર ખાતે “એક્સપિરીયન્સ ગુજરાત”પેવેલિયનમાં બેઠા બેઠા કરો ગુજરાતના મંદિરોના વર્ચ્યુઅલ રિયાલિટી-VRથી દર્શન

Spread the love

ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ, હસ્તકલા, પ્રવાસન સ્થળો અને ધરોહરની ઝાંખી

પેવેલિયન- ૪માં ગુજરાત ટુરિઝમ, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને ગરવી ગુર્જરી દ્વારા અનોખું પ્રદર્શન

ગાંધીનગર

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ અંતર્ગત ગાંધીનગર ખાતે “વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો” યોજાઈ રહ્યો છે. આ ટ્રેડ શોમાં વિશ્વના ૨૦ દેશોના અંદાજે ૧ હજારથી વધુ પ્રદર્શકો સહભાગી થયા છે. “એક્સપિરીયન્સ ગુજરાત” પેવેલિયનમાં ગુજરાતની હસ્તકલા,ભાતીગળ સંસ્કૃતિ,પ્રવાસન સ્થળો અને ધરોહરની ઝાંખી રજૂ કરવામાં આવી છે. જ્યાં ગરવી ગુર્જરી, ગુજરાત ટુરિઝમ અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યોજવામાં આવેલ પ્રદર્શન મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.

રાજ્યના સુપ્રસિદ્ધ ૮ મંદિરોના દર્શન બેઠા- બેઠા વર્ચ્યુઅલ રિયાલિટી-VRથી કરતા મુલાકાતીઓ

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રાજ્યના સુપ્રસિદ્ધ અંબાજી, પાવાગઢ, બહુચરાજી, દ્વારકા, સોમનાથ સહિતના ૮ મંદિરોના દર્શન વર્ચ્યુઅલ રિયાલિટીથી કરવામાં આવી રહ્યા છે. મુલાકાતીઓ મંદિરમાં રૂબરૂ દર્શન કરતા હોય તેવો અનુભવ થતા ધન્યતા અનુભવી રહ્યા છે. આ ઉપરાંત શ્રી રામ મંદિરની રેપ્લિકા થકી રામ મંદિરના દર્શન કરવાનો લાહ્વો મળી રહ્યો છે. અહીંયા યાત્રાધામોના ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાને જાણવાનો લ્હાવો મળી રહ્યો છે.

ગુજરાતના મહત્વના પ્રવાસન સ્થળોની મુલાકાત એક સ્થળે

ગુજરાત ટુરિઝમ દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટી, નડાબેટ, ગીર અભયારણ્ય, ધોળાવીરા, ધોરડો સહિતના સ્થળોએ ભારે આકર્ષણ જમાવ્યું છે.અહીંયા આવતા મુલાકાતીઓને કચ્છના નખત્રાણાથી આવેલા કલાકારોએ કર્ણપ્રિય કચ્છી સંગીતથી ધ્યાન આકર્ષી મનોરંજન કર્યું હતું. મુલાકાતીઓ LED સ્ક્રીન અને વર્ચ્યુઅલ રિયાલિટી દ્વારા ગુજરાતના પ્રવાસન સ્થળોની રૂબરૂ થયા હતા.

હાથવણાટ, હેન્ડિક્રાફ્ટ, માતાની પછેડી,બાંધણી,પીઠોરા પેઇન્ટિંગ અને બ્લોક પેઇન્ટિંગએ આકર્ષણ જમાવ્યું

ગરવી ગુર્જરી દ્વારા રાજ્યભરમાંથી હસ્તકલા સાથે સંકળાયેલા કલાકારોને પ્લેટફોર્મ પૂરું પાડી સંખેડા, બિડવર્ક, ભૂજોડી શાલ,માતાજી પછેડી,કચ્છની બાંધણી, પેથાપુર બ્લોક પ્રિન્ટિંગ સહિતના કારીગરો દ્વારા વેચાણ કરવામાં આવી રહ્યું છે. દેશ-વિદેશના મુલાકાતીઓ દ્વારા સારો પ્રતિસાદ મળ્યો એમ ગરવી ગુર્જરીના ડિઝાઇનર રજની પરમારે જણાવ્યું હતુ.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com