સેન્ટ્રલ જેલમાંથી પેરોલ ફરાર અને ઇસનપુર, વટવા, નારોલ પો.સ્ટે.ના લુંટ તથા શરીર સબંધી ગુનાઓમાં નાસતા ફરતા આરોપીને ઝડપતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ

Spread the love

આરોપી આસીફ ઉર્ફે કાણો

અમદાવાદ

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેકટર ડી.બી.બસિયાની ટીમના પો.સ.ઇ. ડી.જે.લકુમ તથા હે.કો. ભરતસિંહ અમરસિંહ તથા હે.કો. નરેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ તથા પો.કો. કુલદિપસિંહ બળદેવસિંહ દ્વારા નાસતા ફરતા આરોપી આસીફ ઉર્ફે કાણો સ.ઓ. મહંમદઅલી ખાન પઠાણ ઉવ.૩૩ રહે, રોશનીપાર્ક, દયારામ ફેકટરી પાસે, વટવા અમદાવાદ તથા મિલ્લતનગર રફીક હોટલની પાછળ ઇસનપુર અમદાવાદ શહેરને નારોલ સર્કલ પાસેથી ઝડપી લીધેલ.આરોપી સાબરમતિ સેન્ટ્રલ જેલમાં પાકા કામના કેદી નં-૧૫૫૭૨ થી આજીવન કેદની સજા ભોગવી રહેલ અને (૧) ઇસનપુર પો.સ્ટે. ૧૧૧૯૧૦૨૨૨૨૦૪૧૧/ ૨૦૨૨ ઇપીકો કલમ ૩૯૪, ૩૨૩, ૨૯૪(ખ), ૫૦૬(૨), ૧૧૪ જીપીએકટ ૧૩૫(૧) તથા (૨) વટવા પો.સ્ટે. ગુરનં-૧૧૧૯૧૦૩૮૨૪૦૦૦૫/૨૦૨૪ ઇપીકો કલમ ૩૯૪, ૨૯૪(ખ), ૧૧૪, જીપીએકટ ૧૩૫(૧) તથા (૩) નારોલ પો.સ્ટે. ૧૧૧૯૧૦૬૫૨૩૧૨૪૯/૨૦૨૩ ઇપીકો કલમ ૩૨૬, ૩૨૪, ૨૯૪(ખ), ૧૧૪ જીપીએકટ ૧૩૫(૧) મુજબના ગુનાઓમાં વોન્ટેડ આરોપી

આરોપીની પૂછપરછ દરમ્યાન અગાઉ વર્ષ-૨૦૧૦માં દાણીલીમડા પો.સ્ટે. માં લૂંટ વિથ મર્ડરના ગુનામાં આજીવન કેદની સજા થયેલ હતી. આરોપી અગાઉ વર્ષ-૨૦૨૨માં પેરોલ પર આવેલ ત્યારે મિલ્લતનગર ઢાળ પર લૂંટ કરેલ. ફરીવાર ગઇ તા.૧૧/૭/૨૦૨૩ ના રોજ પેરોલ પર છૂટેલ અને ત્યારથી જેલ ફરાર થયેલ હતો. આ દરમ્યાંન વટવા વિસ્તારમાં મારા મારીનો એક કેસ તથા નારોલ વિસ્તારમાં લૂંટનો એક કેસ થયેલાની હકિકત હોવાનુ જણાવેલ છે.

આરોપીનો ગુનાહીત ઇતીહાસ

આરોપી વર્ષ-૨૦૧૦ થી દાણીલીમડા પો.સ્ટે.ના લૂંટ વિથ મર્ડરના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com