છેલ્લા ૭ વર્ષથી ઘાડ/લૂંટના ગુનાઓમાં નાસતા ફરતા ચડ્ડી બનીયાન ધારી ગેંગના ઈનામી આરોપીને ઝડપી દેવગઢ બારીયા પોલીસ સ્ટેશનના હવાલે કરતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ

Spread the love

આરોપી લલીત ઉર્ફે ભુરીયો

અમદાવાદ

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એચ.સિંધવની ટીમના એ.એસ.આઈ. રાજેન્દ્રસિંહ રાયસિંહ,હે.કો. ચંદ્રસિંહ લાખુભા તથા પો.કો. શૈલેષભાઈ ચમનભાઈ દ્વારા ઘણા વર્ષોથી નાસતા-ફરતા/વોન્ટેડ ઇનામી આરોપી લલીત ઉર્ફે ભુરીયો સ/ઓ માજુ પારીયા ભુરીયા ઉ.વ.૨૮ રહે:ગામ બલીયા, કાસલા ફળીયુ, તા.ધાનપુર, જી.દાહોદને કાગડાપીઠ મજુરગામ ત્રણ રસ્તા પાસેથી ઝડપી લીધેલ છે.સદર આરોપીને પકડવા સારૂ રાજય સરકાર દ્રારા રૂ.૧૦,૦૦૦/-નું ઈનામ જાહેર કરવામાં આવેલ છે.

આરોપી નાસતા ફરતા ગુન્હાઓની વિગત

(૧) દેવગઢ બારીયા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૫૮/૨૦૧૭ ઈપીકો કલમ ૩૯૯, ૪૦૦, ૪૦૨,મુજબ

(૨) દેવગઢ બારીયા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૩૮/૨૦૧૭ ઈપીકો કલમ ૩૯૨, ૧૧૪ મુજબ

(૩) લીમખેડા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૯૮/૨૦૧૭ ઈપીકો કલમ ૩૯૫, ૩૯૭ મુજબ

(૪) સાગટાળા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૦/૨૦૧૮ ઈપીકો કલમ ૩૯૫, ૩૯૭, ૩૩૭ મુજબના ગુનામાં પકડાયેલ ન હોય અને નાસતો ફરતો રહેલ હોય.આરોપીને દેવગઢ બારીયા પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ કરવામાં આવેલ છે.

આરોપીની કબુલાત

સને ૨૦૧૭ ની સાલમા તે, તેના ભાઈ દિપા ભુરીયા, કલેશ માજુભાઈ ભુરીયા તથા તેના ગામના શૈલેષ ભાવસિંગ ભુરીયા, દિનેશભાઈ વેચાતભાઈ ખરાડ, સરવેશભાઈ તેજાભાઈ મોહનીયા, સુકમભાઈ કાળુભાઈ ભુરીયા, ગામ ખાપરીયા દાહોદના કોલસભાઈ પાંગળાભાઈ નીનામા, નગાભાઈ ચુનીયાભાઈ ખરાડ એ રીતેના ચડ્ડી બનિયાન ધારી ગેંગ બનાવી દાહોદના દેવગઢ બારીયા, લીમખેડા સગટાળાના વિસ્તારમાં મોડી રાતના પથ્થરો, ઘારીયા અને ગુલેલ લઈને મોટર સાયકલ પર ત્રણ-ત્રણ સવારી બેસી લૂંટ કરવા જતા અને મકાન પર પથ્થર મારો કરી દાગીના પૈસા તથા મકાન બહારથી બકરા અને બળદની લૂંટ ફાટ કરતા હતા.જે બાબતે દેવગઢ બારીયા પો.સ્ટે. લીમખેડા પો.સ્ટે. તથા સાગટાળા પો.સ્ટે.માં લૂંટ/ધાડના ગુના નોંધાયેલ. જે ગુનાઓમાં તેનો ભાઈ દિપા માજુભાઈ ભુરીયા, કોલસભાઈ પાંગળાભાઈ નીનામા, દિનેશભાઈ વેચાતભાઈ ખરાડ, નગાભાઈ ચુનીયાભાઈ ખરાડ નાઓ પકડાઈ ગયેલ હતાં. તે આજદીન સુધી પકડાયેલ નથી અને નાસતો ફરતો હોવાની કબુલાત કરેલ છે.પકડાયેલ આરોપી આ સિવાય અન્ય આવા પ્રકારના ગુનાઓ આચરેલ છે કે કેમ ? તે બાબતે તેઓની સઘન પૂછપરછ તપાસ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com