ડભોઈમાં આવેલ મહાલક્ષ્‍મી બેંકની માન્યતા RBI એ રદ્દ કરી, સૌથી જૂની બેંકના કર્મચારીઓએ જ બેંકનું કરી નાંખ્યું

Spread the love

કર્મચારીઓના કૌભાંડને કારણે ગુજરાતની સૌથી જુની સહકારી બેંક બંધ થઈ છે. ડભોઈની સૌથી જૂની બેંકના કર્મચારીઓએ જ બેંકનું કરી નાંખ્યું. જેથી બેંક ફડચામાં જતા પાંચ બ્રાન્ચને તાળા લાગ્યા છે. વડોદરા પાસે ડભોઈમાં આવેલ મહાલક્ષ્‍મી બેંકની માન્યતા RBI એ રદ્દ કરી છે. બેંકના અનગઢ વહીવટના કારણે RBI એ માન્યતા રદ કરવાનો નિર્ણય લીધો છે.બેંક પાસે પૂરતી આવક અને રોકાણ ન હોવાથી આ નિર્ણય લેવાયો છે. બેંકના પૂર્વ મેનેજર સુરેશ પટેલે કરોડો રૂપિયાનું ફ્રોડ કર્યું હતું.

1972થી શરૂઆત થયેલી મહાલક્ષ્‍મી બેંકનું લાઇસન્સ આખરે આરબીઆઈ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યું, છેલ્લા ઘણા સમયથી વિવાદોના ઘેરામાં રહેલી મહાલક્ષ્‍મી બેંકના સત્તાધીશો અને મેનેજરોની કુટનીતિના કારણે ખાતેદારો મુશ્કેલીમાં મુકાયા છે. આ બેંક મૂળ વડોદરાની બેંક છે. જેની વડોદરા અને આસપાસના વિસ્તારોમાં કુલ 5 બ્રાન્ચ આવેલી છે. આ તમામ બ્રાન્ચને હવે તાળા લાગી જશે. આ પાંચેય બ્રાન્ચ હવે બંધ કરવાનો વારો આવ્યો છે. તેથી જો તમારા રૂપિયા આ બેંકમાં હોય તો ચેતી જજો. આ સમાચારથી ખાતેદારના જીવ તાળવે ચોંટ્યા છે.

સમગ્ર ગુજરાત ભરમાં દિવસેને દિવસે મર્કેન્ટાઇન અને કોપરેટીવ બેંકો ફડજચામાં જતી નજરે આવે છે. સાથે સાથે બેંકમાં રહેલા સત્તાધિશોના ઘેર વહીવટને લઈને અનેક પ્રશ્નો અને સમસ્યાઓ ઊભી થાય છે. તેવામાં વડોદરાના ડભોઇ ખાતેથી 1972માં મહાલક્ષ્‍મી મર્કેન્ટાઇન ઓપરેટિવ બેંકની શરૂઆત થઈ હતી. ત્યાર બાદ શરૂઆતના વર્ષોમાં બેંકે વડોદરા જિલ્લામાં નામના મેળવી લીધી હતી. પરંતુ સમયાંતરે બેંકના સત્તાધીશો તેમજ મેનેજરો દ્વારા પોતાના ફાયદા અને પોતાના ફાયદા અને પોતાના ઘરો ભરવા માટે કેટલાક નિર્ણયો કરવામાં આવ્યા હતા. જેની સીધી અસર બેંકના ખાતેદારો પર થઈ હતી.

બીજી બાજુ તાજેતરમાં જ બેંકના મેનેજર અને 2 કર્મચારીઓ દ્વારા કરોડો રૂપિયાની ઉચાપત કરવામાં આવી હતી. જેનો મામલો છેક પોલીસ સ્ટેશન સુધી જેમાં પોલીસ કાર્યવાહી દરમિયાન બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ બેંકના મેનેજર સુરેશ પટેલ કરોડોનું ફૂલેકું ફેરવી હજી સુધી પોલીસ પકડથી દૂર છે તેવામાં બેંકના હિસાબોને લઈને આરબીઆઈ આજરોજ તા 13-01-2024 ના રોજ મોટી કાર્યવાહી કરી છે. જેમાં મહાલક્ષ્‍મી બેંકની મુખ્ય બ્રાન્ચનું લાઇસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે.

એટલું જ નહીં ડભોઇ, છોટાઉદેપુર, કાયાવરોહણ, વડોદરા, સાવલી સહિતની બ્રાન્ચો બંધ કરવાનો આરબીઆઈ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. સાથે સાથે ખાતેદારોના પૈસા તેમજ બેંકના લેણદારો સાથે નીકળતા નાણાં આગામી સમયમાં આરબીઆઈ દ્વારા નિમણૂંક કરેલા રજીસ્ટાર દ્વારા રિકવરી તેમજ નિયમો અનુસાર ખાતેદારોને પૈસા પરત કરવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામા આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com