દાહોદમાં કરંટ લાગતા તો વલસાડમાં ત્રીજા માળેથી પટકાતાં બાળકનું મોત,.. મકરસંક્રાતિનો તહેવાર માતમમાં ફેરવાયો

Spread the love

દાહોદમાં મકરસંક્રાતિનો તહેવાર માતમમાં ફેરવાયો છે. અહીં પતંગ ઉડાવતા સમયે કરંટ લાગતા 10 વર્ષીય બાળકનું મોત થયું છે. દાહોદ જીલ્લાના કથોલીયા ગામે આ દુર્ઘટના બની હતી. દસ વર્ષેનો બાળક ઘરની બહાર પતંગ ઉડાવતો હતો ત્યારે વીજ કેબલોમાં દોરી ફસાતા કરંટ લાગ્યો હતો.કરંટ લાગતા આસપાસના લોકો અને પરિજનોએ બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા.

જ્યાં હાજર ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યો હતો. ત્યાર બાદ સિવિલ હોસ્પિટલ ખાતે મતદેહને પીએમ માટે લઈ જવાયો હતો. ઘટનાને લઇ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. દસ વર્ષનાં બાળકનું મોત થતા પરિજનોમાં ગમગમીનો માહોલ છવાયો છે.

વલસાડમાં પતંગ ચગાવતા છ વર્ષના બાળકનું મોત થયું છે. ખાટકીવાડ વિસ્તારમાં ધાબા પરથી પટકાતા બાળકનું મોત થયું હતું. ખુશ્બુ એપાર્ટમેન્ટમાં પરવેઝ શેખ નામના બાળકનું મોત થયું હતું. બાળકના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ સર્જાયો હતો. પરવેઝ શેખ પતંગ ચગાવતા ચગાવતા ધાબા પરથી નીચે પટકાયો હતો.

વલસાડના ખાટકીવાડ વિસ્તારમાં પતંગ ચગાવી રહેલો છ વર્ષનો બાળક ધાબા પરથી નીચે પટકાયો હતો. ગંભીર રીતે ઘાયલ બાળકને સારવાર માટે વલસાડની કસ્તૂરબા હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો જ્યાં તેનુ મોત થયું હતું. બાળકને ઈમરજન્સી વોર્ડમાં ખસેડતા ફરજ પરના તબીબોએ તેને પ્રાથમિક સારવાર આપી આઇસીયુ વોર્ડમાં સારવાર હેઠળ ખસેડ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. બાળકના મોતથી સમગ્ર પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો.

મકરસંક્રાંતિના ઉલ્લાસના રંગમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ચાઇનીઝ દોરી કાળમુખી બની છે. વડોદરાના વાઘોડિયાના આમોદર ના રસિક પટેલનું દોરી વાગી જતાં મોત થયું છે. 67 વર્ષીય વકીલ રસિક પટેલ બાઇક પર જઇ રહ્યાં હતા આ સમયે અચાનક ચાઇનીઝ દોરી સામે આવી જતા તેમનો પગ દોરીમાં ફસાઇ ગયો હતો અને બાઇક પરથી પડી જતાં માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. દુર્ધટના બાદ તેમને તાબડતૂ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા પરંતુ દુર્ભાગ્યવશ તેમની જિંદગી ન બચાવી શકાય.

ઉલ્લેખનિય છે કે, રાજ્યભરમાં આજે ઉતરાયણનો તહેવાર ધૂમધામથી મનાવાઇ રહ્યો છે પરંતુ મકરસંક્રાંતિના પર્વના રંગમાં ભંગ પાડતી પણ અનેક ઘટનાના અહેવાલ સામે આવ્યાં છે. ઉતરાયણ પર્વની સવારે 10 વાગ્યા સુધીમાં જ 108 સેવાને 1077 ઇમરજન્સી કોલ આવ્યા હતા. ગયા વર્ષે 10 વાગ્યા સુધીમાં 936 કોલ મળ્યા હતા.ચાલુ વર્ષે 10 વાગ્યા સુધીમાં 114 જેટલા ઈમરજન્સી કોલની સંખ્યા વધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com