દુનિયાભરમાં કોરોના વાઈરસથી મૃત્યુઆંક 20 લાખ સુધી પહોંચી શકે છે. વિશ્વ આરોગ્ય સંગઠને આ વાત કહી છે. WHO એ કહ્યું કે એક સફળ રસી મળવા અને વ્યાપક સ્તર પર લોકોને રસી આપતા પહેલા કોરોનાથી થનાર મોતનો આંકડો 20 લાખ સુધી પહોંચી શકે છે. WHOએ એમ પણ કહ્યું છે કે જો મહામારીને રોકવા માટે સંગઠિત થઇ પગલાં લેવામાં આવશે નહીં તો મૃત્યુઆંક 20 લાખથી વધુ થઈ શકે છે. આપને જણાવી દઈએ કે અત્યાર સુધી વિશ્વમાં કોરોના સંક્રમણના 3 કરોડ 27 લાખથી વધુ કેસ થઇ ચૂક્યા છે. માઇક રયાને કહ્યું કે આપણે કોઈપણ રીતે મહામારી માંથી બહાર નીકળી શક્યા નથી. તેમણે એમ પણ કહ્યું કે નવા કેસોમાં યુવાનોને દોષ દેવો જોઈએ નહીં. તેમણે કહ્યું કે આશા છે કે આપણે એકબીજા સામે આંગળી ચીંધીશું નહીં. માઇક રયાને જણાવ્યું હતું કે ઘરોમાં પાર્ટીઓ થઈ રહી છે જેમાં તમામ ઉંમરના લોકો સામેલ લઈ રહ્યા છે.
કોરોના વાયરસથી અમેરિકામાં 2 લાખ 8 હજાર થી વધુ, ભારતમાં 93 હજારથી વધુ, બ્રાઝિલમાં એક લાખ 40 હજારથી વધુ અને રશિયામાં 20 હજારથી વધુ લોકોનાં મોત થયા છે. સૌથી વધુ સંક્રમણના કેસમાં અમેરિકા ટોપ પર છે જ્યાં કુલ કેસ 72 લાખને પાર કરી ગયા છે. ભારત બીજા નંબર પર છે જ્યાં અત્યાર સુધીમાં 59 લાખ કેસ સામે આવી ચૂક્યા છે. રોયટર્સ ના રિપોર્ટ પ્રમાણે WHOની ઇમરજન્સી પ્રોગ્રામના વડા માઇક રયા કહ્યું કે 20 લાખ લોકોનાં મોત એ માત્ર આકારણી નથી, પરંતુ આમ થવાની સંભાવના ખૂબ જ વધુ છે. કોરોના વાયરસ સામે આવ્યા બાદથી અત્યાર સુધીમાં છેલ્લા 9 મહિનામાં કુલ 9.93 લાખ લોકોનાં મોત થઇ ચૂકયા છે.