દરેક વ્યક્તિની પોતાના બાળપણ સાથે જોડાયેલી કોઈ ને કોઈ યાદો હોય છે. જ્યારે ઘણી વાર લોકો પોતાના જૂના મિત્રોની સાથે બેસતા હોય છે ત્યારે તે જૂની યાદોની ક્ષણોને યાદ કરતા હોય છે. આ જૂની યાદો હંમેશા આપણા દિલની નજીક હોય છે. ત્યારે એક IAS અધિકારીએ પોતાના બાળપણની એવી જ એક સ્ટોરી સોશિયલ મીડિયા પર શેર કરી છે, જે વાંચીને લોકો ઈમોશનલ થઈ રહ્યા છે તેના ટ્વિટ પછી ઘણા યુઝર્સે તેની પ્રશંસા પણ કરી છે.
IAS રામ પ્રકાશે લખ્યું છે કે, અમે પાંચ લોકો બકરી ચરાવવા માટે ગયા હતા. ત્યાં જ એક આંબાના ઝાડની ડાળી પર ઝૂલા ઝૂલતા હતા, ત્યારે અચાનક જ ઝાડની ડાળી તૂટી ગઈ. જો કે આ ઘટનામાં કોઈને ઈજા તો નહીં થઇ પરંતુ મારથી બચવા માટે અમે લોકો સાથે મળીને આ ઝાડની ડાળ જ ઉઠાવી લાવ્યા હતા. જેનાથી ખબર નહિ પડે કે ડાળ તૂટી ગઈ છે કે નહીં.
IAS અધિકારીએ આ ઘટનાના વિષયમાં એક ન્યૂઝ પોર્ટલ સાથે પણ વાત કરી હતી અને IAS રામ પ્રકાશે ઘટનાની પાછળની સ્ટોરી પણ શેર કરી છે.
રામ પ્રકાશે જણાવ્યું કે, આ ઘટના તેઓના પૈતૃક ગામમાં બની હતી. IAS અધિકારી ઉત્તર પ્રદેશના મિર્જાપુર જિલ્લામાં આવેલ જમુઆ બાજારના એક ગામમાં રહેતા હતા. તે જ યાદ કરીને તેઓએ ટ્વીટ કર્યું હતું. તેઓએ કહ્યું ઘણીવાર અભ્યાસ કર્યા પછી બકરી ચરાવવા માટે જવું તે તેઓનું દરરોજનું કામ હતું. ગામમાં દરરોજ શાળાએથી આવ્યા પછી તેઓ બકરી ચરાવવા માટે જતા હતા. કારણ કે અભ્યાસ અને બકરી ચરાવવું આ બંને સાથે-સાથે ચાલતું હતું. આ ફક્ત એક દિવસની વાત ન હતી રામ પ્રકાશે કહ્યું આ દરરોજનું કામ હતું.
રામ પ્રકાશ 2018ની બેચના રાજસ્થાન કેડરના IAS અધિકારી છે. તેઓ મૂળ UPના મિર્જાપુર જિલ્લાના છે. તેમનો શરૂઆતનો અભ્યાસ વારાણસીના રોહનીયામાં આવેલ શ્રદ્ધાનંદ સરસ્વતી ઇન્ટરમિડીયેટ કોલેજમાં થયો છે.
તેમણે 12મું ધોરણ 2007માં પાસ કર્યું હતું. તેઓ આ સમયે રાજસ્થાનના પાલી જિલ્લામાં CEO જિલ્લા પરિષદના પદ પર ફરજ નિભાવી રહ્યા છે.
ખાસ વાત એ છે કે, પોતાના છઠ્ઠા પ્રયત્ન બાદ તેમણે IAS પરીક્ષા ક્રેક કરી છે. ત્યારે તેમનો 162 રેંક આવ્યો હતો. તેમને 2025 માંથી 1041 માર્કસ મળ્યા હતા. તેમજ ઇન્ટરવ્યૂ 1 મા તેમને 275માથી 151 નંબર મળ્યો હતો. તેઓ ઝાલાવાર જિલ્લાના ભવાની મંદિ અને અજમેર જિલ્લાના બ્યાવરમાં SDM રહી ચૂક્યા છે. ઉત્તર પ્રદેશના આ IAS અધિકારીના ટ્વીટર પર 65 હજારથી પણ વધુ ફોલોઅર્સ છે. તેઓ સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે.
IAS રામ પ્રકાશના ટ્વીટને અઢી હજારથી વધુ લોકોએ લાઈક કર્યું છે. ત્યાં ઘણા લોકોએ આને રીટ્વીટ પણ કર્યું છે. ઘણા યુઝર્સે પણ આ ટ્વીટ પર પોતાની બાળપણની યાદો શેર કરી છે.