આપણું ગુજરાતનું ભાતીગળ લોકસાહિત્ય અને લોક સંગીત ખૂબ જ સમૃદ્ધ અને ગહન છે, સરળ અને રસપ્રદ પણ છે સાથે તે આપણી ભવ્ય વિરાસત પણ છે. આ લોક સાહિત્ય અને લોકસંગીતના મહાસાગરમાં એકવાર જે ડૂબકી લગાવે પછી તે તેનાથી દૂર રહી શકતો નથી. ગાંધીનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર પ્રેમલસિંહના મોટાભાઈ અંબુસિંહ ગોલ આમ તો ઉદ્યોગપતિ છે પરંતુ તેઓ આપણા ભાતીગળ લોકસાહિત્ય અને લોકસંગીતના શોખીન હોવા સાથે અચ્છા જાણકાર પણ છે, અને પેલું કહેવાય છે ને કે જ્યારે બે સમરસિયા સાથે મળે એટલે ત્યાં મહેફિલ આપોઆપ જામી જાય છે. તાજેતરમાં ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલના જન્મદિવસે શુભેચ્છા પાઠવવા આવેલા ગાંધીનગરના જાણીતા લોકસાહિત્યકાર અને લોકગાયક ભીખુદાન ગઢવી(જુ.) અને અંબુસિંહ લોકસાહિત્યની વાતે ચડી ગયા અને પછી તો જે જામી મહેફિલ કે સામસામા ગીતો લલકાર્યા અને ઘણી આધ્યાત્મિક ચર્ચાઓ પણ થઈ. વાતો વાતોમાં જાણે કસુંબીનો રંગ ઉડ્યો અને તેના અમી છાંટણા તેમને સાંભળનારા એ પણ માણ્યા હતા.
બાકી એક ભાઈ રાજકારણમાં આવા નહોતા માંગતા રાજકારણથી દૂર રહેનારા ને કોઈએ ધક્કો માર્યો એટલે રાજકારણમાં આવી ગયા અને આવ્યા બાદ કામ અને સેવામાં એક્કો રહેતા શહેરમાં પણ નામ ગોલ પરિવારનું ઊંચું આવ્યું છે ત્યારે વાવોલ નો વિકાસ પણ આંખે વળગે તેઓ દેખાઈ રહ્યો છે ત્યારે હવે એક ધક્કો આ ભાથીજીને પણ લોક સાહિત્યનો મારવામાં આવે તો તેમના રાગથી અનેક GJ-18 નગરવાસીઓને ચશ્કો લાગી જાય ત્યારે આ ચશ્કો લેવો હોય તો એક ધક્કા ની જરૂર છે બાકી અનેક કલાકારો બાદ આ ભાથી નો પણ અવાજ અનેક લોકોને ચસકો લોકસાહિત્ય નો લગાડે તેવો છે બાકી બાપુ હાથમાં આવી ગયા છે અને વિડીયો પણ વાયરલ થઈ ગયો છે ત્યારે એકલામાં ગાતા ભાથી ને હવે સ્ટેજ શો કરવાની જરૂર છે સ્ટેજ પર અને હજારો જનમેદની માં ગાવું અધૂરું છે પણ આ ભાથીને લોકસાહિત્યનો ગાવા માટે તૈયાર કરવામાં આવે તો ઊંચો અને અઘરો કલાકાર તરીકે માર્કેટમાં નવું નામ આવે ત્યારે ગાવા અને સાંભળવા શ્રોતાઓ તો હજારો તૈયાર છે પણ બાપુને ઘોડે ચડાવવા પડે અને ગાવા માટે ધક્કો મારવો પડે બાકી જાે માર્કેટમાં ઉતરશે તો બોલવાના અને ગાવાની ફી ન લે, પણ હા, GJ-18 ને મોટું દાન આવે તેવી શક્યતા છે ત્યારે કોઈક ધક્કો મારો ભાઈ આ ભાથી ને….