ભારતીય રિઝર્વ બેંક ચેક ફોડને રોકવા માટે એક મહત્વનો નિર્ણય કર્યો છે. RBIએ જાન્યુઆરી 2021થી ચેક માટે પોઝીટીવ પે સિસ્ટમ શરૂ કરવાની વાત કરી છે. હવે આ પોઝીટીવ પે સિસ્ટમ શું છે ચાલો વિસ્તાર પુર્વક જાણીએ.
પોઝીટીવ પે સિસ્ટમ લાગુ થશે, સિસ્ટમમાં ચેક આપનાર વ્યક્તિ SMS થશે, 2021થી આ નિયમને અનુસરવું પડશે.
પોઝીટીવ પે સિસ્ટમ હેઠળ 50000 રૂપિયાથી વધારે રૂપિયા વાળા ચેક માટે ફરી એક વાર તપાસવાની જરૂર પડશે.
આ સિસ્ટમમાં ચેક આપનાર વ્યક્તિ SMS, મોબાઈલ એપ, ઇન્ટરનેટ બેન્કિંગ, એટીએમ જેવા ઇલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા ચેક વિશે પુછવામાં આવશે. તેમાં તારીખ, કોને થેંક અપાયો છે. કેટલી રકમનો ચેક છે વગેરે જેવી માહિતીઓ પુછવામાં આવશે. આ દરે ક જાણકારી મેળવ્યા બાદ બેન્કને તે જાણકારી આપવામાં આવશે. જે બાદ જ કોઇ પણ પ્રકારની કાર્યવાહી થશે. RBI ના જણાવ્યા અનુસાર, આ સુવિધાનો લાભ ઉઠાવવો એ ખાતાધારક પર આધારિત હશે. જો કે બેન્ક 5 લાખ કે તેથી વધારે રૂપિયાના ચેક માટે આ વ્યવસ્થા અનિવાર્ય કરી શકે છે. કેન્દ્રીય બેન્કે કહ્યું કે આ સિસ્ટમ 2021થી લાગૂ થશે. બેન્કોને આ બાબતે ગ્રાહકોને SMS દ્વારા જાણકારી આપીને જાગૃત કરવા માટે કહેવામાં આવ્યું છે. સાથે જ શાખાઓ સાથે વેબસાઇટ અને ઇન્ટરનેટ બેન્કિંગ આની સંપૂર્ણ માહિતી આપશે.