વિરમગામની એમ.જે. હાઇસ્કુલમાં જિલ્લાના ગણતંત્ર દિવસની 26 જાન્યુ.એ બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને ઉજવણી કરાશે

Spread the love

પીએમ આવાસ યોજના, સર્વ શિક્ષા અભિયાન, આયુષ્યમાન ભારત, પ્રાકૃતિક કૃષિ, સૌરઉર્જા સહિતની થિમના ટેબ્લો આકર્ષણ જમાવશે

અમદાવાદ

આગામી તા.26 જાન્યુઆરી 2024ના રોજ જિલ્લા કક્ષાના ગણતંત્ર દિવસની ઉજવણી અમદાવાદ જિલ્લાના વિરમગામની એમ.જે.હાઇસ્કુલ ખાતે થશે. રાજ્યના ઉદ્યોગ તથા શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને ગણતંત્ર દિવસનો કાર્યક્રમ યોજાશે. જેમાં ધ્વજવંદન અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત કરવામાં આવશે. સાથોસાથ પીએમ આવાસ યોજના, સર્વ શિક્ષા અભિયાન, આયુષ્યમાન ભારત, પ્રાકૃતિક કૃષિ, સૌરઉર્જા સહિતની થિમના ટેબ્લો આકર્ષણ જમાવશે.

જિલ્લા કક્ષાની ઉજવણીના સુચારુ આયોજન અને વ્યવસ્થાઓ સંદર્ભે અમદાવાદ જિલ્લા કલેકટર કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને વિરમગામ તાલુકા સેવા સદન ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં કલેકટરશ્રીએ કામગીરીની સોંપણી તેમજ કાર્યપ્રગતિ વિશે જાણકારી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા. બેઠકમાં અમદાવાદના જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.કે.દવે, અધિક નિવાસી કલેકટર શ્રી સુધીર પટેલ તથા જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com