લીહોડા ગામમાં દેશી દારૃ પીવાથી બે લોકોના મોતથી ગાંધીનગર પોલીસ હરકતમાં આવી, સ્કોર્પીયોમાં આવતો સવા લાખનો દારૂ ઝડપાયો

Spread the love

મહેસાણાથી સ્કોર્પીયો ગાડીમાં વિદેશી દારૂ – બિયરનો જથ્થો ભરી અમદાવાદનાં બુટલેગરને ડિલિવરી આપવા નીકળેલાં ખેપીયાને કલોલ જમિયતપુરા રોડ પરથી અડાલજ પોલીસે પૂર્વ બાતમીના આધારે આબાદ રીતે ઝડપી લઈ સવા લાખની કિંમતના દારૂના જથ્થા સાથે કુલ રૂ. 4 લાખ 25 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દહેગામના લીહોડા ગામમાં દેશી દારૃ પીવાથી બે લોકોના મોતથી ગાંધીનગર પોલીસ હરકતમાં આવી ગઈ છે. આ મામલાની ગંભીર નોંધ લઈ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટીને તાબાનાં અધિકારીઓને ગિફ્ટ સિટી સિવાય સમગ્ર જીલ્લામાં દારૂબંધીનો કાયદો લાગુ પડતો હોવાની યાદ અપાવી કડક અમલવારી કરવા પુનઃ સૂચનાઓ આપવી પડી છે. જે અન્વયે પોલીસે દેશી દારૃના અડ્ડાઓ ઉપર ધોંસ બોલાવવાની શરૂઆત કરી દીધી છે.

બીજી તરફ અડાલજ પોલીસ મથકના પીઆઈ સાજનકુમાર આર મુછાળની ટીમ પોતાની હદ વિસ્તારમાં થતી દારૂની હેરાફેરી અટકાવવા માટે કામે લાગી જઈ પેટ્રોલીંગ કરી હતી. આ દરમ્યાન બાતમી મળી હતી કે, સ્કોર્પીયો ગાડીમાં વિદેશીદારૂની પેટીઓ ભરી છત્રાલથી અડાલજ થઈ અમદાવાદ લઈ જવામાં આવી રહ્યો છે. જે બાતમી અનુસંધાને પોલીસે જમીયતપુર કટ પાસે આવેલ સ્પીડ બ્રેકર પાસે વોચ ગોઠવી દીધી હતી અને બાતમી મુજબની ગાડીને કલોલથી જમીયતપુરા તરફ આવતાં જોઈ ઈશારો કરીને રોકી દેવાઈ હતી. જેનાં ચાલકની પૂછતાંછ કરતાં તેણે પોતાનું નામ મહમંદ યાસીન અબ્દુલકરીમ ફાજલભાઈ શેખ(રહે.મ.નં. 2747/2, શાલ સ્કુલની બાજુમાં પેરેડાઈઝ કોમ્પલેક્ષ, શાહપુર) હોવાનું જણાવ્યું હતું. બાદમાં પોલીસે ગાડીની તલાશી લેતાં અંદરથી 1 લાખ 25 હજારની કિંમતનો વિદેશી દારૃ – બિયરનો જથ્થો મળી આવ્યો હતો.

આ અંગે મહમંદયાસીને વધુમાં કબૂલાત કરેલી કે, દારૂની પેટીઓ અમદાવાદના મિર્ઝાપુર ઉડેશ ચોકમાં રહેતાં બુટલેગર વાસીલ કુરેશી મહેસાણા ખાતેથી ગાડી ભરી આપ્યો હતો. અને સાબરમતી પહોંચી ફોન કર્યા પછી તે આગળનું લોકેશન કહેવાનો હતો. જેનાં પગલે પોલીસે દારૃનો જથ્થો, સ્કોર્પીયો ગાડી મળીને કુલ રૂ. 4 લાખ 25 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી બંને ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com