શહેરના બોપલ ઘુમા રોડ ઉપર આવેલા દેવ રેસિડેન્સી પાસે આજે સવારે પક્ષી બચાવ કોલ દરમિયાન ફાયર બ્રિગેડના કર્મચારી હાઈ ટેન્શન લાઇનને અડી જતાં તેઓનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ મામલે મૃતક અનિલ પરમારના પત્નીને વારસદાર તરીકે નોકરી અને વળતર આપવાની માગ કરી હતી. આ સાથે પરિવારજનો અને AMCના નોકર મંડળ દ્વાર ઘુમા CHC સેન્ટર ખાતે મૃતકની લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. જોકે, જ્યાં સુધી લેખિતમાં માગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો અને આવતીકાલે AMC ઓફિસ લાશ લઈ જશ તેમ જણાવ્યું હતું.
AMC મૃતકના પરિવારજનો સાથે છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી પણ ઘુમા સીએચસી સેન્ટર ખાતે પહોંચ્યા હતા અને મૃતક અનિલ પરમારના પરિવારજનો સાથે વાતચીક કરી હતી. દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, આ ખુબ જ દુ:ખદ ઘટના બની છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મૃતકના પરિવારજનો સાથે છે અને કોર્પોરેશન તરફથી જે પણ મળવાપાત્ર સહાય અને મદદ થશે તે તમામ કરવામાં આવશે. મૃતકના પરિવારજનોની જે માંગણી છે તે બાબતે ચર્ચા વિચારણા કરી અને નિર્ણય લેવામાં આવશે.
અમદાવાદ ફાયર બ્રિગેડમાં ફરજ બજાવતા ફાયર કર્મચારી અનિલ પરમારનો મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોએ ઇનકાર કર્યો છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા પરિવારજનોને સમજાવટ કરવામાં આવી હતી પરંતુ પરિવારજનો તેમની માંગણી ઉપર અડગ છે. પરિવારજનોની માગ છે કે, તેમના પત્નીને સરકારી નોકરી આપવામાં આવે અને તે બાબતે લેખિતમાં તેમને બાંહેધરી આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. જોકે, હાલમાં આ બાબતે લેખિત આપવામાં આવ્યું નથી. જેથી પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. લાશને હજી પણ ઘુમા સીએચસી સેન્ટર ખાતે જ રાખવામાં આવી છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના નોકર મંડળના પ્રમુખ દેવકરણ સાબરીયાએ જણાવ્યું હતું કે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને અધિકારીઓએ પરિવારજનોને વાતચીત કરી અને સહાનુભૂતિ વ્યક્ત કરી છે. મૃતકના પત્નીને સરકારી નોકરી આપવામાં આવે તેવી લેખિતમાં માંગણી કરવામાં આવી હતી. જે સ્વીકારવામાં આવી નથી. જેના કારણે લાશ સ્વીકારવામાં આવી નથી. જો માંગણી નહીં સ્વીકારાય તો આવતીકાલે સવારે મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ ખાતે લાશ લઈ જવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર કર્મચારી અનિલ
પરમારના મૃત્યુ મામલે વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે
જણાવ્યું હતું કે, ફાયરબ્રિગેડના કર્મચારીઓ પોતાના જાનના
જોખમે આગ અકસ્માત સહિતના બનાવોમાં દિવસ રાત
કામગીરી કરે છે. ફરજ દરમિયાન જો ફાયરના કર્મચારીનું
મૃત્યુ થાય તો તેમનો કોઈપણ પ્રકારનો વીમો લેવામાં આવતો
નથી. જે મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ખૂબ જ શરમજનક
બાબત કહેવાય. મૃતક અનિલ પરમારના પરિવાર પર જે
આફત આવી પડી છે અને તેમના ભવિષ્ય અને બાળકોના
ભણતર માટે 1 કરોડની સહાય ચૂકવવાની વિપક્ષ દ્વારા માગ
કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા
તમામ કર્મચારીઓનો અકસ્માત વીમો લેવાની માગ પણ
કરવામાં આવી છે.
ઘુમા CHC સેન્ટર ખાતે CHC સેન્ટર ખાતે મૃકર ફાયરક્રમીના પરિવારજનો અને નોકર મંડળ દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે. અને જ્યાં સુધી મૃતકના પત્નીને નોકરી નહીં આપવામાં આવે ત્યાં સુધી તેઓ લાશ સ્વીકારશે નહીં. જો સાંજે 6 વાગ્યા સુધીમાં નિર્ણય નહીં આવે તો ફાયર બ્રિગેડના કર્મચારીઓ હડતાળ પર ઉતરી જશે તેવી ચીમકી નોકર મંડળ દ્વારા આપવામાં આવી છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વી.એમ. ઠક્કર, ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર જયેશ ખડીયા અને એડિશનલ ચીફ ફાયર ઓફિસર મિથુન મિસ્ત્રી સહિતના અધિકારીઓ પરિવારજનોને સમજાવી રહ્યા છે. જોકે, પરિવારજનો તેમની માગણી ઉપર અડગ રહ્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નોકર મંડળના પ્રમુખ દેવકરણ સાબરીયાએ જણાવ્યું હતું કે, ફાયરબ્રિગેડના કર્મચારી અનિલ પરમારનું મૃત્યુ થયું છે. પરિવારજનો અને નોકર મંડળની જે માગ છે તે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા સ્વીકારવામાં આવી નથી. જેથી સાંજે છ વાગ્યા સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવી રહ્યું છે. જો તેઓની માગણી નહીં સ્વીકારવામાં આવે તો છ વાગ્યાથી ફાયરબ્રિગેડના તમામ કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરી જશે અને ફાયર સ્ટેશન બંધ રહેશે.