ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ
કેન્દ્રીય બજેટમા સતત ઘટતુ કૃષિ બજેટ, ૨૦૨૧-૨૨મા કુલ બજેટના ૩.૭૮ % ઘટીને ૨૦૨૩-૨૪ મા માત્ર ૨.૭૮ % કર્યું.
છેલ્લા પાંચ વર્ષથી દર વર્ષે ફાળવેલ બજેટના કરોડો રૂપિયા વણવપરાયા સરકારની તેજુરીમાં જમા થયા,કુલ આંકડો ૧ લાખ કરોડ રૂપિયા કરતા વધુ
અમદાવાદ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે જણાવ્યું હતું કે દેશના બજેટમા સતત ઘટતુ કૃષિ બજેટ અને વણવપરાયેલા નાણા સરકારમાં પરત જવા એ મોદી સરકારની ખેડૂતો પ્રત્યે ની માનસિકતાનો પરિચય આપે છે.પરંતુ આપણે યાદ રાખવુ રહે કે દેશમાં ૪૨ % જનસંખ્યા ખેતી ઉપર ગામડામા જીવે છે, એટલ કોઈપણ ખેતી પ્રધાન દેશના વિકાસનો રસ્તો ખેતરથી નીકળી ગામડામાં થઈ શહેરમા પસાર થઈને સચિવાલય સુધી પહોંચે છે. આમ “સૌનો સાથ સૌના વિકાસ” માટેનો આ સિવાય બીજો કોઇ રસ્તો જ નથી.
OECD (ધ ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ) ના આંકડા કહે છે, કૃષિ ઉત્પાદનની નિકાસ-આયાત પર પ્રતિબંધ કારણે ભારતના ખેડૂતોને ૧૪ લાખ કરોડ રૂપિયાની નુકશાની ગઈ છે.ભારત સરકારની ખેડૂત વિરોધી નીતિને કારણે દેશના કિસાનો કોર્પોરેટ્સનો ખોરાક બની ગયા અને કરોડો રૂપિયાની આર્થિક નુકશાની ભોગવી અને પાયમાલ બન્યા છે.૫૦ % જનતા સીધી રીતે ખેતી સાથે જોડાયેલી છે છતાં ખેતી ઉપર સરકારનો રવૈયો નકારાત્મક છે જે દેશના અન્નદાતાનું દુર્ભાગ્ય માની શકાય. એક લાખ કરોડ રૂપિયાનું વણવપરાયેલું બજેટ ડુંગળી,ટામેટા અને બટેટા જેવા પાક પકવતાં ખેડૂતોને MSP આપવામાં ફાળવ્યા હો’ત તો દેશની ખેતીનો નજારો બદલી જા’ત.દેશના પ્રધાનમંત્રીએ ત્રણ કૃષિ કાનૂન ક્ષમા માંગીને પરત લીધા ત્યારે MSP માટે એક સમિતિ ગઠન કરવાની બાહેંધરી આપી હતી આ સમિતિ ઉપર આજ સુધી કોઇ પ્રગતિ નથી એજ સાબિત કરે છે કે મોદી સરકાર ખેડૂતને MSP આપવામાં ગંભીર નથી..