કર્ણાવતી મહાનગરની વિવિધ સંસ્થાઓ જેવી કે નર્સિંગ કોલેજ, હોસ્ટેલ, અલગ અલગ મહાવિદ્યાલયોની નવી મતદાતા યુવતીઓ 3,000થી વધુ સંખ્યામાં જોડાઈને વોકેથોનને સફળ બનાવ્યો
અમદાવાદ
ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના પ્રભારી અને પ્રદેશ ઉપપ્રમુખ ગોરધનભાઈ ઝડફિયા, મહિલા મોરચા પ્રમુખ ડો.દિપીકાબહેન સરડવાજી કર્ણાવતી મહાનગર અધ્યક્ષ અને એલિસબ્રીજના ધારાસભ્યશ્રી.અમિતભાઈ શાહ,મેયરશ્રી.પ્રતિભાબહેન જૈન, કર્ણાવતી મહાનગર મહિલા મોરચા પ્રભારી અને ધારાસભ્યશ્રી.કૌશિકભાઈ જૈન,કર્ણાવતી મહાનગર મહિલા મોરચા પ્રભારી પ્રદેશ મહિલા મોરચા ઉપપ્રમુખ શ્રી.કામિનીબહેન સોની, કર્ણાવતી મહાનગર મહિલા મોરચા અધ્યક્ષ પ્રો.ડૉ.સ્મિતાબહેન જોશીના માર્ગદર્શન, કણૉવતી મહાનગરના મહિલા ધારાસભ્ય શ્રી.દર્શનાબહેન વાઘેલા, પાયલબહેન કુકરાણીની પ્રેરણાત્મક ઉપસ્થિતિ હેઠળ કર્ણાવતી મહાનગરમાં તા.૧૭ જાન્યુઆરીના રોજ સવારે ૮-૩૦ થી ૯-૩૦ કલાકે”નમો યુવતી વોકેથોન 2024* ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ.વોકેથોન ટાઉન હોલ વિવેકાનંદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ઈન્કમટેકસ,ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરી સમાપન થઈ.કર્ણાવતી મહાનગરની વિવિધ સંસ્થાઓ જેવી કે નર્સિંગ કોલેજ, હોસ્ટેલ, અલગ અલગ મહાવિદ્યાલયોની નવી મતદાતા યુવતીઓ 3,000થી વધુ સંખ્યામાં જોડાઈને વોકેથોનને સફળ બનાવ્યો હતો.