જ્યાં 24 કલાક નેતાઓ – મંત્રીઓની હાજરી એવાં ગાંધીનગરમાં ડ્રગ્સની ફેક્ટરી ચાલતી હતી!!, અમદાવાદ DRIએ SVP એર કાર્ગો કોમ્પલેક્સમાં 25 કરોડની 50 કિ.ગ્રા. કેટામાઈન જપ્ત કર્યું, ત્રણ ઝડપાયાં….

Spread the love

અમદાવાદ DRIએ SVP એર કાર્ગો કોમ્પલેક્સમાં 25 કરોડની 50 કિ.ગ્રા. કેટામાઈન જપ્ત કર્યું. 3 મહિનામાં આ ત્રીજી સૌથી મોટી કાર્યવાહી છે. DRI અમદાવાદે સિન્થેટિક ડ્રગ્સ ઉત્પાદન અને દાણચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. DRIની બેક-ટુ-બેક કાર્યવાહીના કારણે તમામ મુદ્દામાલ સાથે 3 શખસોની ધરપકડ કરવામાં આવી છે.

ડ્રગ્સ થાઈલેન્ડ-બેંગકોક જઈ રહ્યું હતું ચોક્કસ બાતમીના આધારે DRI અમદાવાદના અધિકારીઓ દ્વારા એર કાર્ગો કોમ્પ્લેક્સ અમદાવાદ ખાતે એક નિકાસ કન્સાઇન્મેન્ટને અટકાવવામાં આવ્યું હતું. આ કન્સાઇન્મેન્ટમાં ‘હાઇડ્રોક્સીલામાઇન હાઇડ્રોક્લોરાઇડ’ નામનું કેમિકલ છે એવું જણાવવામાં આવ્યું હતું અને તેને થાઇલેન્ડના બેંગકોકમાં મોકલવામાં આવી રહ્યું હતું.

ફોરેન્સિક સાયન્સ લેબના અધિકારીઓની હાજરીમાં ઉપરોક્ત કન્સાઇન્મેન્ટની તપાસ કરવામાં આવી હતી. FSLની ટીમે ઉપરોક્ત માલમાં કેટામાઇનની હાજરીની પુષ્ટિ કરી હતી. NDPS એક્ટની જોગવાઈઓ હેઠળ 50 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. આ જપ્ત કરાયેલ પદાર્થની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂ. 25 કરોડ આંકવામાં આવી રહી છે. ગાંધીનગરની સીમમાં એક ફેક્ટરીની ઓળખ કરવામાં આવી હતી કે, જ્યા આ પ્રતિબંધિત પદાર્થનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું હતું અને હવાઈ માર્ગે ભારતની બહાર દાણચોરી કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. ગાંધીનગરની સ્થાનિક પોલીસની મદદથી ઉક્ત ફેક્ટરી પરિસરની વિસ્તૃત તપાસ કરતાં NDPS હોવાની શંકામાં 46 કિલો પાઉડર પદાર્થ મળી આવ્યો હતો. તદુપરાંત કાચા માલ, વચેટિયાઓ અને ફેક્ટરી પરિસરની સાથે ઉપરોક્ત પદાર્થની NDPS એક્ટ 1985ની જોગવાઈઓ હેઠળ અટકાયત કરવામાં આવી હતી. વધુમાં ઉપરોક્ત દાણચોરીના પ્રયાસમાં સંડોવાયેલા ત્રણ મુખ્ય વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. હજુ પણ તપાસ શરુ છે.

છેલ્લા ત્રણ મહિનાની અંદર NDPS પદાર્થોનું ઉત્પાદન કરતી ગુપ્ત ફાર્મા/કેમિકલ ફેક્ટરીઓ પર DRI દ્વારા સતત ત્રીજીવાર સફળતાપૂર્વક રેઈડ પાડવામાં આવી હતી. DRIએ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગર અને ગુજરાતના વાપી ખાતેના રાસાયણિક એકમોમાં મેફેડ્રોનના ગુપ્ત ઉત્પાદનમાં સામેલ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો હતો. આ કામગીરીના પરિણામે રૂ. 500 કરોડના માદક દ્રવ્યો અને ગુપ્ત મેફેડ્રોનનું ઉત્પાદન ઝડપાયું તથા આ નશીલા પદાર્થોનું ઉત્પાદન કરતી 3 પ્રયોગશાળાઓ પણ સામે આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com