આરોપી મોતીલાલ હરીસીંગ ઉર્ફે હંસરાજ જાદવ નવસારી સિવિલ હોસ્પિટલ ખાતેથી પોલીસ જાપ્તામાંથી સને-૧૯૯૯ માં ફરાર થયો હતો
અમદાવાદ
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા ઘણા વર્ષોથી નાસતા ફરતા ઇનામી આરોપીઓને પકડવા અંગે આપવામાં આવેલ સૂચના આધારે મદદનીશ પોલીસ કમિશ્નરશ્રીના માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેકટર પી.કે.ગોહિલની ટીમના પો.સ.ઈ. કે.એસ.સિસોદીયા, મ.સ.ઈ. હિતેન્દ્રસિંહ ખોડુભા, અ.હેડ કોન્સ. શ્રી સુરેશભાઈ જીવણભાઈ તથા અ.હેડ કોન્સ. શ્રી ભવાનીસિંહ પ્રતાપસિંહએ કાર્યવાહી હાથ ધરેલ હતી.નવસારી રૂરલ પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં.૧૫૬/૧૯૯૯ ઇપીકો કલમ ૩૯૨, ૩૯૭, ૩૦૭ તથા આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧)(એ) (બી) મુજબના લુંટ તથા ફાઈરીંગના ગુનામાં પકડાયેલ. આરોપી મોતીલાલ હરીસીંગ ઉર્ફે હંસરાજ જાદવ નવસારી સિવિલ હોસ્પિટલ ખાતેથી પોલીસ જાપ્તામાંથી સને-૧૯૯૯ માં ફરાર થઇ ગયેલ. જેથી આરોપી મોતીલાલ હરીસીંગ ઉર્ફે હંસરાજ જાદવ (વણઝારા) રહે. ગામ: ભાટપુરા, તા.શીરપુર, જી.ધુલીયા, મહારાષ્ટ્ર વિરુધ્ધમાં નવસારી ટાઉન પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં.૧૬૪/૧૯૯૯ ઇપીકો કલમ ૨૨૪ મુજબ ગુન્હો નોંધાયેલ. જે બંને ગુનાઓની કેસ ડાયરીઓ મેળવી પો.સ.ઇ. શ્રી કે.એસ.સિસોદીયા દ્વારા છેલ્લા છ માસથી આરોપી તથા તેના સગા સબંધીઓ અંગેની ખાનગી રાહે માહિતી તથા મોબાઈલ નંબરોની વિગતો મેળવવામાં આવેલ. આ દરમ્યાન સર્વેલન્સ/ટેકનીકલ તથા હ્યુમન સોર્સ આધારે આરોપી મોતીલાલ હરીસીંગ ઉર્ફે હંસરાજ જાદવ (વણઝારા) છેલ્લા વીસ વર્ષથી મધ્યપ્રદેશના હરસુદ ખાતે પોતાનું નામ અજય પટેલ ધારણ કરી રહેતો હોવાનું જણાઈ આવેલ હતું.આ દરમ્યાન પો.સ.ઈ. શ્રી કે.એસ.સિસોદીયા તથા ટીમના માણસોએ મળેલ બાતમી હકીકત તથા ટેકનીકલ એનાલીસીસ આધારે સને-૧૯૯૯ માં પોલીસ જાપ્તામાંથી ફરાર આરોપી મોતીલાલ હરીસીંગ ઉર્ફે હંસરાજ જાદવ (વણઝારા) ઉ.વ.૪૮, રહે. ગામ: છનેરા, દેવલ્દી ફાંટા, ન્યુ હરસુદ, તા. હરસુદ, જી.ખંડવા, મધ્યપ્રદેશ. મુળ રહે. ગામ: ભાટપુરા, તા. શીરપુર, જી.ધુલીયા, મહારાષ્ટ્રને મધ્યપ્રદેશ ખંડવા જીલ્લાના હરસુદ ગામના ફીલગુડ ચાર રસ્તા ખાતેથી ઝડપી પાડી ક્રાઈમ બ્રાન્ચ લાવી તા.૧૮/૦૧/૨૦૨૪ ના રોજ સીઆર.પી.સી. કલમ ૪૧(૧)(આઇ) મુજબ અટક કરવામાં આવેલ.
આરોપી મોતીલાલ હરીસીંગ ઉર્ફે હંસરાજ જાદવ (વણઝારા) સને-૧૯૯૯ માં તેના મિત્ર પદમસીંગ સાથે નવસારી, પારડી ખાતે રહેતા ગુરૂ મિત્ર કાંતીલાલ પટેલના ઘરે મળવા ગયેલ. બાદ આરોપી તથા તેનો મિત્ર પદમસીંગ બંને પરત ઘરે આવવા નિકળેલ તે વખતે પદમસીંગ પાસે રીવોલ્વર હોય, જેથી આ આરોપી મોતીલાલ હરીસીંગ ઉર્ફે હંસરાજ જાદવ (વણઝારા) તથા પદમસીંગે નવસારી ખાતે એક મોટર સાયકલ ચાલકને લુંટવાના ઇરાદે બે રાઉન્ડ ફાયર કરી મોટર સાયકલની લુંટ કરી ભાગી ગયેલ. આ અંગે નવસારી રૂરલ પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં.૧૫૬/૧૯૯૯ ઇપીકો કલમ ૩૯૨, ૩૯૭, ૩૦૭ તથા આર્મ્સએક્ટ કલમ ૨૫(૧)(એ)(બી) મુજબનો ગુનો નોંધાયેલ. જે ગુનામાં બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ. આ ગુનામાં આરોપી ચાર માસ સુધી નવસારી જેલમાં કાચા કેદી તરીકે રહેલ. આરોપીના જામીન ન થતા આરોપીએ મસાની બીમારીનું બહાનું કરતા આરોપીને પોલીસ જાપ્તા સાથે સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ.જ્યાં આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલ હતો.આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર થયા બાદ નાગપુર મહારાષ્ટ્ર તેમજ મધ્યપ્રદેશ રાજ્યના ખંડવા જીલ્લાના અલગ અલગ ગામોમાં નામ બદલીને રહેતો હતો. સદર આરોપીને પકડવા માટે નવસારી જીલ્લા અધિક્ષકશ્રી દ્વારા રૂ.૧૦,૦૦૦/- નું ઇનામ જાહેર કરવામાં આવેલ હતું. આરોપીએ મહારાષ્ટ્રના ધુલે જીલ્લાના બાલાપુર ગામમાં આવેલ શ્રીપતિ પેટ્રોલ પંપ ખાતે ફાયરીંગ વીથ લુંટનો ગુનો આચરેલ હતો. જે અંગે મહારાષ્ટ્ર રાજ્યના ધુલે
તાલુકા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૩૨/૨૦૦૦ ઇપીકો કલમ ૩૯૮ તથા આર્મ્સ એક્ટ ૨૫(૩)મુજબ ગુનો નોંધાયેલ હતો. જે ગુનામાં પણ આરોપી નાસતો ફરતો હોય, જેથી આરોપીને નવસારી ટાઉન પોલીસ સ્ટેશન ખાતેથી મેળવી લેવા મહારાષ્ટ્ર રાજ્યના ધુલે તાલુકા પોલીસસ્ટેશન ખાતે જાણ કરવામાં આવી.