તાકીદે બચાવ કાર્ય કરે કમકમાટી ભર્યા દુર્ઘટનામાં ભોગ બનનારને સંપૂર્ણ સહાય આપવામાં આવે : કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ
અમદાવાદ
વડોદરા શહેરના હરણી તળાવમાં બોટ પલટી જતા બાળકોના ડૂબી જવાની હૃદયદ્રાવક ઘટના અંગે અત્યંત દુઃખની લાગણી વ્યક્ત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, શાળાના માસૂમ બાળકો હરણી તળાવમાં બોટીંગના આનંદ માણવા માટે આનંદ સાથે બેઠા હતા. બોટમાં વધુ સંખ્યા હતી જે પલટી ખાઈ જતા દુર્ઘટનામાં શિક્ષક સહિત માસૂમ બાળકોએ જીવ ગુમાવ્યા છે. દુઃખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે અત્યંત સંવેદના વ્યક્ત કરું છું. પરમકૃપાળું પરમાત્મા તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.રાજ્યમાં જાહેર સ્થળે અને પ્રવાસન સ્થળોમાં બની રહેલી દુર્ઘટના અને માસૂમોના થઈ રહેલા કમકમાટી ભર્યા મોત અંગે તંત્રની દરેક જગ્યાએ લાપરવાહી સામે આવે છે.રાજ્ય સરકારને વિનંતી છે કે તાકીદે બચાવ કાર્ય કરે કમકમાટી ભર્યા દુર્ઘટનામાં ભોગ બનનારને સંપૂર્ણ સહાય આપવામાં આવે.