22 જાન્યુઆરીએ PVR અને INOX થિયેટરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા જોઈ શકાશે,, દેશના 70 શહેરોમાં 170થી વધુ કેન્દ્રો પર લાઈવ ટેલિકાસ્ટ થશે….

Spread the love

અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે. રામભક્તો આતુરતાથી આ દિવસની રાહ જોઈ રહ્યા છે. આ દિવસને ખાસ બનાવવા માટે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. દરેક વ્યક્તિ પોતાની આ ભવ્ય નજારો જોવા માટે રાહ જોઈ રહ્યા છે.

દરેક વ્યક્તિ મંદિરમાં જઈને આ નજારો જોઈ શકે તેમ નથી. હવે તમે મોટા પડદા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું દ્રશ્ય જોઈ શકશો. દરેક વ્યક્તિ 22 જાન્યુઆરીએ PVR અને INOX થિયેટરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા જોઈ શકશે. થિયેટરોમાં તે માટે મંજૂરી આપવામાં આવી છે. જે લોકો આ ભવ્ય કાર્યક્રમનો હિસ્સો ના બની શકે તે થિયેટરમાં મોટા પડદા પર આ ભવ્ય નજારો જોઈ શકશે.

PVR અને INOX દેશના 70 શહેરોમાં 170થી વધુ કેન્દ્રો પર આ કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ કરશે પ્રસારણ કરવા જઈ રહ્યા છે. આ કાર્યક્રમ સવારે 11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી જોઈ શકાશે. થિયેટરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના લાઈવ ટેલિકાસ્ટ માટે ટિકિટની કિંમત 100 રૂપિયા રાખવામાં આવી છે. તે જેમાં પાણી અને પોપકોર્ન કોમ્બો પણ શામેલ છે. PVRએ ક્રિકેટ વર્લ્ડ કપનું લાઈવ ટેલિકાસ્ટ કર્યું હતું.

PVR સિનેમાએ આ અંગે જાણકારી આપી છે. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં રણબીર કપૂર, અમિતાભ બચ્ચન, ઋષભ શેટ્ટી, યશ, કંગના રનૌત, આલિયા ભટ્ટ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અન્ય ઘણા લોકો હાજર રહેશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને RSS વડા મોહન ભાગવત જેવા મહાનુભાવો પણ હાજર રહેશે. આ કાર્યક્રમ 22 જાન્યુઆરીએ બપોરે 12:15 વાગ્યે શરૂ થશે અને 12:45 વાગ્યે સમાપ્ત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com