શહેરને પ્રતિબંધીત પ્લાસ્ટીક ફ્રી કરવા પ્લાસ્ટીક ઘોસ્ટ ગેંગ – ભૂત ટોળી મારફતે પ્રચાર -પ્રસારનો શરૂ કરેલ નવતર અભિગમ સાથેસાથે શાળાઓમાંથી 270 કિ.ગ્રા. પ્લાસ્ટીક વેસ્ટ એકત્ર કરાયો

Spread the love

અમદાવાદ

શહેરને પ્રતિબંધીત પ્લાસ્ટીક ફ્રી કરવા પ્લાસ્ટીક ઘોસ્ટ ગેંગ – ભૂત ટોળી મારફતે પ્રચાર -પ્રસારનો શરૂ કરેલ નવતર અભિગમ સાથેસાથે શાળાઓમાંથી 270 કિ.ગ્રા. પ્લાસ્ટીક વેસ્ટ એકત્ર કરાયો .અ.મ્યુ.કો.નાં સોલીડ વેસ્ટ મેનેજમેંટ વિભાગ દ્વારા પણ અમદાવાદ શહેરમાં પ્રતિબંધીત પ્લાસ્ટીક અંગે વિવિધ પગલાઓ તેમજ દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. તેમ છતાં જીવન જરુરીયાતની વસ્તુઓ પ્લાસ્ટીકની કેરી બેગમાં વેચવામાં આવતી હોય છે જે ત્યારબાદ કચરા સ્વરૂપે રસ્તા પર આવી વરસાદી નાળાઓની કેચપીટો અને ડ્રેનેજ લાઈનોને ચોકઅપ કરે છે તથા બાળવાના લીધે પર્યાવરણને લગતા પ્રશ્નો ઊભા થતાં હોય છે. આ સમસ્યાના નિરાકરણ સારું અને અમદાવાદ શહેરને પ્લાસ્ટીક મુક્ત શહેર બનાવવાનાં પ્રયાસરૂપે અ.મ્યુ.કો. દ્વારા પ્લાસ્ટીક ધોસ્ટ ગેંગ એટલે કે ભૂતની ટોળી દ્વારા પ્રતિબંધીત પ્લાસ્ટીક ન વાપરવા અંગે લોકોને સમજૂત કરવા માટે અંગેનો નવતર અભિગમ હાથ ધરવામાં આવેલ છે. જે શહેરમાં આવેલા શાકભાજી માર્કેટો – ફ્રૂટ બજારો અને કોમર્શિયલ વિસ્તારોમાં પ્રચાર – પ્રસાર કરી રહેલ છે તેમ છતાં પ્રતિબંધીત પ્લાસ્ટીકનો ઉપયોગકરતાં હોય તેવા ઇસમો – એકમો સામે દંડનીય કાર્યવાહીનાં પગલાઓ પણ લેવામાં આવશે. શહેરને પ્લાસ્ટીક ફ્રી કરવામાં મહત્વનો ભાગ ભજવી શકે છે એવી આવનારી પેઢીઓ એટલે કે શાળાનાં બાળકોમાં આ અંગે અવેરનેસ આવે અને પ્લાસ્ટીકનો વપરાશ અટકાવવાના ભાગરૂપે શહેરમાં આવેલ આ સાથે લીસ્ટ મુજબની સામેલ કુલ 41 શાળાઓમાં પ્લાસ્ટીક વેસ્ટ કલેક્શન માટેનાં 80 લીટર ડસ્ટબીન વિતરણ કરવામાં આવેલ જેમાં તેઓ દ્વારા પ્લાસ્ટીક વેસ્ટ એકત્ર કરવામાં આવેલ હતો. જે અંગે 19 મી જાન્યુઆરી 2024 ના રોજ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં મહાનુભાવો – પદાધિકારીઓ અને સ્થાનીક કાઉન્સીલરોની ઉપસ્થિતિમાં એકત્ર કરાયેલ પ્લાસ્ટીક વેસ્ટનો ડોર ટુ ડોર વાહનો મારફતે રીસાયકલીંગ માટે મોકલી આપવાનાં કાર્યક્રમ તમામ 41 શાળાઓમાં યોજવામાં આવેલ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com