આજનું નવું ભારત: સંવેદનશીલ અને સમજદાર : ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર

Spread the love

અમદાવાદ

ભારત દેશની તાકાત વધી છે , પ્રતિષ્ઠા વધી છે. આજે તે દુનિયાની ફક્ત સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાંની એક નથી; ધબકતી અને ગતિશીલ સંસ્કૃતિ, ધર્મને આત્મસાત કરેલી ભૂમિ છે જે સર્વેને આધ્યાત્મિક રીતે ઉન્નતિની રાહે આગળ વધારે છે.હા! હજુ ઘણું બધું સુધારવાની જરૂર છે, પરંતુ આપણે સાચી દિશામાં જઈ રહ્યા છીએ. મને ખાતરી છે કે આ દેશમાં આવનારી પેઢીઓ માટે ભવિષ્ય ઘણું ઉજ્જવળ છે.ભારત હંમેશા વિવેકપૂર્ણ અને ન્યાયપ્રિય દેશ રહ્યો છે. જેની નોંધ આજે વિશ્વ આખું લઈ રહ્યું છે – ભારતની પ્રજામાં શાણપણ છે, તે સમજદાર છે, અમને કોઈ ડરાવી કે ધમકાવી ન શકે. અમે પ્રેમ અને કરુણામય છીએ. સમગ્ર વિશ્વના લોકોની લાગણીઓ અને પીડા પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છીએ. વિશ્વ શાંતિમાં ભારત શું ભૂમિકા ભજવી શકશે તે જોવા માટે આજે આખું વિશ્વ આતૂર છે.ભારતે આવી અનેક વિવિધતાને સ્વીકારી છે. ભારત અનેક સંસ્કૃતિઓ અને પરંપરાઓનું મોઝેક છે. અમે તમામ પરંપરાઓ અને ધર્મોનું સન્માન કરીએ છીએ. ભારતમાં તમામ ધર્મોને સ્થાન મળ્યું છે, આદર મળ્યો છે. આપણા દેશના એક ભાગમાં સામ્યવાદી સરકાર છે અને આપણી પાસે બહુપક્ષીય લોકશાહી છે જે વિશ્વમાં ક્યાંય નથી. મોટાભાગના કાર્યકારી લોકશાહીમાં બે થી ત્રણ મોટા પક્ષો હોય છે. આપણી પાસે વિશ્વનું સૌથી વધુ યુવાધન છે. આજે એવું લાગે છે કે હવે આપણા ઇતિહાસનો એક નવો અધ્યાય શરૂ થઈ રહયો છે – આપણે આપણા મૂળમાં પાછા ફરી રહ્યા છીએ, આપણે આપણી ગરીમામય સંસ્કૃતિને, એની મહિમાને, આપણી સભ્યતાને ફરી એક ઓળખ આપી છે. જે આપણા યુવાનોમાં આત્મવિશ્વાસ જગાડશે – આજે તેઓ આપણા ઈતિહાસ, ફિલસૂફી, આધ્યાત્મિકતામાં ખૂબ જ રસ ધરાવતા થયા છે – જે આપણું કૌશલ્ય છે, સોફ્ટ સ્કીલ છે.કેટલાક વર્ષો પહેલા યુ.એસ.માં એક ઈન્ટરવ્યુમાં મને પૂછવામાં આવ્યું કે,જો આપણે ત્યાં લોકશાહીને બદલે સરમુખત્યારશાહી હોત, તો શું ભારત આર્થિક રીતે ઝડપથી આગળ વધ્યું ન હોત? પણ અમે સ્પષ્ટ છીએ કે અમે લોકશાહી દેશ બનવાનું પસંદ કરીશું, જે ભલે ધીમી છે. પણ અહીં દરેક વ્યક્તિનો મત વ્યક્ત થાય છે; અનેક વ્યક્તિઓનાં મતની રજૂઆત થવી જ જોઈએ, ભારપૂર્વક રીતે અને સમજદારી સાથે થવી જોઈએ.

કોઈ પણ કુટુંબ ક્યારે સુમેળભર્યું હોય? જ્યારે ઘરના દરેક સભ્યને ભવિષ્ય ની યોજના અને માર્ગની સંપૂર્ણ સમજ હોય. દરેકને વિરોધ કરવાની જરૂર હોય ત્યારે વિરોધ કરવાની સ્વતંત્રતા હોવી જરૂરી છે. અને જ્યારે તેમના સહકારની જરૂર હોય ત્યારે તેઓ સહકાર આપે છે. ટૂંકમાં, દરેક વ્યક્તિ કુટુંબનાં હિત અને કલ્યાણનો વિચાર કરે ત્યારે પરિવાર શાંતિપૂર્ણ રીતે સુખસમૃદ્ધિ તરફ આગળ વધે છે અને તે વાત ભારત માટે એટલી જ સત્ય છે. વિરોધીઓ ના મંતવ્ય ખૂબ જ મહત્વપૂર્ણ છે, તે કોઈપણ લોકશાહી માટે આવશ્યક છે. દેશના વિકાસ માટે દરેકની એક ભૂમિકા છે. વિપક્ષે ચોક્કસપણે ખામીઓ દર્શાવવી જોઈએ, પરંતુ વિરોધ ખાતર વિરોધ ન કરવો જોઈએ. જ્યારે એવા પ્રસંગો આવે ત્યારે બધાંએ ભેગા મળીને ઉત્સવ ઉજવવો જોઈએ. સમાજના વિવિધ વર્ગો વચ્ચેનો સહકાર અને સુમેળ જ દેશને પ્રગતિના પંથે ઝડપથી આગળ ધપાવશે.દરેક વ્યક્તિએ મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવવું જ જોઈએ. જેમણે નોધણી કરાવી છે, તેઓએ મતદાન મથકે જઈને પોતાના મતનો ઉપયોગ કરવો જોઈએ – તે તમારી પવિત્ર ફરજ છે. અને મતદાન કરતી વખતે, તમારી જાતિ, સમુદાય અને ધર્મને જોશો નહીં. એવી વ્યક્તિને મત આપો જે સારી હોય અને જે સમાજની સેવા કરી શકે.જ્યારે ઉમેદવારો તમારી પાસે મત માંગવા આવે ત્યારે તો તે ભગવાનની જેમ વર્તે. તેમને કહો કે હું વિચારીશ. જો તેઓ પૈસાની લાલચ આપે, તો થોડા રૂપિયા માટે તમારો કિમતી મત વેચશો નહીં. તે તમારા આત્માને વેચવા જેવું છે. રૂપિયાના બદલામાં મત – એ તમારી નીતિ ન જ હોવી જોઈએ.આપણા લોકો બહુ સમજુ છે, શાણા છે. ગ્રામીણ વિસ્તારના લોકો પણ ખૂબ સમજદાર અને બુદ્ધિશાળી છે.ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે – એક જીવંત, જાગૃત, ધબકતી લોકશાહી. તેને જાળવી રાખવાની આપણી સામૂહિક જવાબદારી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com