ભાજપે 400 પ્લસનો ટાર્ગેટ રાખ્યો, મોદી કી ગેરંટીના સ્લોગન સાથે ચૂંટણી મેદાનમાં ભાજપ ઉતરી ગયું

Spread the love

અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના બીજા જ દિવસથી ભાજપ લોકસભા ચૂંટણીની તૈયારીમાં લાગી ગયું છે. ભાજપે 400 પ્લસનો ટાર્ગેટ રાખ્યો છે. ભાજપ માટે દેશમાં રાજકીય લેબોરેટરી ગણાતા ગુજરાતમાં ભાજપ એક નવતર પ્રયોગ કરવા જઈ રહ્યું છે. શું છે આ નવતર પ્રયોગ?

મોદી કી ગેરંટીના સ્લોગન સાથે ચૂંટણી મેદાનમાં ભાજપ ઉતરી ગયું છે. ભાજપનો ટાર્ગેટ 400 પ્લસનો છે. અને તેના શ્રી ગણેશ પણ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના બીજા દિવસે કરી દેવાયા…ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાતમાં આવ્યા અને 26 લોકસભા બેઠકના મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરાવ્યો. તો દેશની રાજકીય લેબોરેટરી ગણાતા ગુજરાતમાં ભાજપ 2024ની ચૂંટણીમાં નો રિપીટ થિયરી અજમાવે તો નવાઈ નહીં. કારણ કે આ પહેલા વિધાનસભા, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ પ્રયોગ સફળ રહ્યો છે.

ભાજપ નો રિપિટ થીયરી અજમાવવા જઈ રહ્યું છે તેની ગંધ નેતાઓને પણ આવવા લાગી છે. થોડા સમય પહેલા જ ભરૂચથી ભાજપના સાંસદ મનસુખ વસાવા એવું બોલતા જોવા મળ્યા હતા કે જે પણ ઉમેદવાર હશે તેને જીતાડવાની જવાબદારી મારી છે. તો મહેસાણાથી સાંસદ શારદાબેને તો સામે ચાલીને કહી દીધું કે મારી ઉંમર થઈ ગઈ છે તો બીજા કોઈને તક આપવી જોઈએ. આ નેતાઓના નિવેદન પરથી એટલું તો સમજાય છે કે ભાજપ 2024માં વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જેવી થિયરી અપનાવશે.

ગુજરાતમાં લોકસભાની 26 બેઠક છે. અને આ તમામ 26 બેઠક પર 2014થી ભાજપનો કબજો છે. 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે તમામ બેઠક જીતી હતી. 2024માં ભાજપ ફરી આ તમામ બેઠકો જીતી હેટ્રિક મારવાના પ્રયાસમાં લાગ્યું છે. અને આ વખતે તમામ બેઠક પર 5 લાખથી વધુની લીડનો લક્ષ્‍યાંક રખાયો છે. ત્યારે જોવું રહ્યું કે ભાજપને આમાં કેટલી સફળતા મળે છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com