Gj 18 એટલે ગુજરાતનું પાટનગર કહેવાય ત્યારે વિકાસ જેમ ઊંચો જઈ રહ્યો છે તેમ તેમ લોકોને સગવડો કરતાં અગવડો વધુ પડી રહી છે, કહેવત છે કે અમદાવાદનું ખોદકામ દિલ્હીનુ શોધકામ ક્યારે બંધ ના થાય, ત્યારે હવે પરિસ્થિતિ બદલાઈ છે હવે ગાંધીનગર દરેક જગ્યાએ ખોદકામ ચાલી રહ્યું છે, ગટર વાળા આવે પછી ટેલીફોન વાળા પછી લાઇટ વાળા પછી કેબલ વાળા પછી રોડ વાળા અને પાછા ગટરની પાઇપ તૂટી ગયો પાછા ખોદકામ ત્યારે પબ્લિક હેરાન થઈ રહી છે, ખોદકામ કર્યા બાદ કામ પૂર્ણ થઈ ગયું હોય ત્યારે શું વ્યવસ્થિત પુરાણ કરવામાં આવે તો પ્રશ્ન ના બને ત્યારે વરસાદ વગર અને કીચડ વગર પૂર્વ નગર સેવક એવા ભાજપના પ્રણવ પટેલ ની ગાડી ફસાઈ જતા ક્રેન બોલાવી પડી હતી, ક્રેન બોલાવ્યા બાદ 5,000 નો ચાંદલો નગર સેવકે કરવો પડ્યો હતો, ત્યારે ખરેખર જવાબદારી કોની?? જે તે કોન્ટ્રાક્ટર એ આ કામ કર્યું છે તેણે આ 5,000 નું બિલ ચૂકવવું જોઈએ તેવું લોકોમાં ચર્ચા રહ્યું છે, ત્યારે પબ્લિક ટેક્સ પણ ભરે અને ખાડામાં પણ પડે, અને નાણા ભરવા પણ ચડે તેવો ઘાટ સર્જાયો છે, ઘણા જ વાહનો ને નુકસાન પણ થયું છે, ત્યારે ભાજપના પૂર્વ નગર સેવક ની ગાડી ફસાતા ચર્ચાનો વિષય બન્યો છે, બાકી શહેરમાં અનેક લોકોની ગાડી ફસાઈ ત્યારે રહીશોના ખિસ્સા ખાલી થયા છે, હવે ભાઈસાબ આ ખોદકામનું બંધ કરાવો, ક્યારે બંધ થશે.
જૈન દેરાસર ની સામે પાણી ની લાઇન લીકેજ થતાં હજારો લિટર પાણી રસ્તા પર વેહતું થતાં વેડફાતા પાણી ને રોકવા કોર્પોરેશન ના સિટી ઇજનેર ને પ્રણવ પટેલ એ ફોન કરી પાણી લીકેજ થયા ની જાણ કરી તાત્કાલિક રિપેર કરવા સૂચના આપી હતી,
ત્યાર બાદ સ્ટ્રોમ વોટર લાઇન તથા પાટનગર યોજના વિભાગ ના ગટર તથા પાણી ની લાઇન ના એજંસી ના કોટ્રેક્ટર ના માણસો ને સૂચના આપી ને તાત્કાલિક પૂરાણ કરાવ્યું. ખાનગી ૨ ક્રેઈન બોલાવી ૫૦૦૦/- રૂપિયા આપી ગાડી બહાર કાઢી…