પ્રજાસત્તાક પર્વ અંતર્ગત જાહેર થયેલ રાષ્ટ્રપતિ ચંદ્રકમાં અમદાવાદ રેન્જ આઇજી એવા પ્રેમવીરસિંહ યાદવ અને રાજકોટમાં વર્ષો સુધી યશસ્વી ફરજ બજાવનાર વી. વી. ગોહિલનાં પુત્ર ડીવાયએસપી ભગીરથસિંહ ગોહિલ સહિત કુલ ૧૬ ને વિભૂષિત કરાયા છે. વડાપ્રધાનની સલામતી વ્યવસ્થા સંભાળતા એસપીજીમાં ફરજ બજાવતા ગુજરાતના આઈપીએસ અધિકારી રાજીવ રંજન ભગતને મળ્યો પ્રેસિડેન્ટ મેડલ.
અમદાવાદ રેન્જના આઈ જી પ્રેમવીર સિંઘ ,અમદાવાદ ટ્રાફિકના એડિશનલ પોલીસ કમિશનર નરેન્દ્ર ચૌધરી, બીએસએફના ડીઆઈજી મનીંદર પવાર અને સીબીઆઇમાંથી ડેપ્યુટેશન પરત ફરેલા ગુજરાત કેડરના રાઘવેન્દ્ર વત્સ ને મળ્યા પ્રેસિડેન્ટ મેડલ. અમદાવાદ રેન્જના આઇ.જી. પ્રેમવીર સિંઘ, અમદાવાદ ટ્રાફિકના એડિશનલ પોલીસ કમિશનર નરેન્દ્ર ચૌધરી, બીએસએફના ડીઆઇજી મનીંદર પવાર અને સીબીઆઇમાંથી ડેપ્યુટેશન પરત ફરેલા ગુજરાત કેડરના રાઘવેન્દ્ર વત્સને પ્રેસિડેન્ટ મેડલ એનાયત કરવામાં આવશે.