ગુજરાતમાં બે પાર્ટી અત્યારે ચર્ચામાં છે. ભાજપ અને કોંગ્રેસ તથા હવે પ્રજાજનો પણ નવા વિકલ્પ તરીકે કેજરીવાલની પાર્ટી આમ આદમી પાર્ટી તરફ હવે નજર દોડાવી રહી છે. અંડરકરંટ મજબૂત થતા આ પાર્ટી બની રહી છે ત્યારે બિલ્લી પગે અને દોડમાં ધીરે ધીરે સસલાના પગે આ મંજિલ કાપી ને પોતાનો વ્યાપ વધારી રહી છે હમણાં જ પેટા ચૂંટણીની જાહેરાત થઈ તેમાં આઠ સીટોમાં ભાજપને ચાર્જશીટમાં મોટું જોખમ રહેલું છે હવે પ્રજાજનો પણ તૈયાર થઈ ગયા છે ત્યારે કેન્દ્ર કૃષિ વિષયક બિલ તથા આઠ પેટા ચૂંટણીમાં જે ધારાસભ્યોનેભાજપ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા અને ભાજપના લેબલ ઉપર જે ટિકિટ મળે તો ભાજપને ચૂંટણી જીતવા ભારે કમર કસવી પડશે તેમાં બે મત નથી ત્યારે આપ પાર્ટી નો ગ્રાફ સૌરાષ્ટ્ર સુરત અને રાજકોટખાતે અંડરકરંટ મજબૂત થઇ રહ્યો છે ત્યારે ભાજપની જેમ કાર્યકરો પાર્ટીમાં જોડાઈ ને જે પણ ખર્ચ થાય તે પોતાના ખિસ્સામાંથી આપી રહ્યા છે ત્યારે પાટીદાર સમાજ ત્રણ વિભાગમાં વહેંચાઈ ગયો છે તેમાં પ્રથમ ભાજપ અને બીજો કોંગ્રેસમાં હતો પણ હવે આપ પાર્ટી પર પાટીદારો પ્રભુત્વ જમાવવા ગાંધીનગર જિલ્લાના ગામડાઓમાં પણ હવે મિટિંગોનો દોર અને ખાટલા બેઠક શરૂ કરી દીધી છે. ગુજરાતમાં મહાનગર પાલિકાઓ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ તમામ ઉમેદવારો ને સાચવી શકવાની નથી જ્યારે ભાજપમાં મોટાભાગના નગરસેવકો હોદેદારો તેમના સગા મોટાભાગ ના કોન્ટ્રાક્ટ મેળવીને કોન્ટ્રાક્ટર બની ગયા છે હવે પક્ષો માટે ફક્ત લેબલ ચૂંટણીમાં ટિકિટ અને ચૂંટાયા બાદ કોન્ટ્રાક્ટર તરીકે ચાલુ રહે તે આશા એ જ ઢળી રહ્યા છે ત્યારે ભાજપ નો ગ્રાફ નીચે લાવવામાં મોટાભાગના હોદ્દેદારો નગરસેવકો કાર્યકરો ને કોન્ટ્રાક્ટર બની જતા તે લોકો એ ગ્રાફ નીચે લાવી દીધો છે. આ મુદ્દે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા દંડો પણ પછાડવામાં આવ્યા હતો અને મોટાભાગના નગરસેવકો કોન્ટ્રાક્ટરો બની ગયા હોય તેવું પણ નિવેદન આપ્યું હતું ત્યારે ગુજરાત સૌરાષ્ટ્ર અને ગાંધીનગર, જિલ્લાના ગામડાઓમાં સ્વયંભૂ કાર્યકરો જોડાઈ રહ્યા છે. ત્યારે આપ પાર્ટી બિલ્લી પગે પગ પેસારો શાસક પક્ષ માટે ભવિષ્યમાં ટેન્શન રૂપ બને તો નવાઈ નહીં.