ગુજરાતના સુરત શહેરમાં આપઘાતના બનાવમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરના કતારગામ વિસ્તારમાં એક યુવકે કોમ્પ્લેક્સના ત્રીજા માળેથી કૂદીને આપઘાત કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. આ સમગ્ર બનવાની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. હાલ કોઈ કારણ સામે આવ્યું નથી.
શહેરના કતારગામ વિસ્તારમાં આવેલા કાસાનગરમાં ગુરૂકૃપા કોમ્પ્લેક્સમાં 34 વર્ષીય પિયુષ રમેશભાઈ સિલવાડકર રહેતો હતો. ગઈકાલે સાંજે તે ઘરે હતો ત્યારે બહાર ગેલેરીમાં આવી ગયો હતો. થોડીવાર આમ તેમ આંટાફેરા કર્યા પછી બાદમાં ગ્રીલ પર લટકી છલાંગ લગાવી દીધી હતી.
CCTV પ્રમાણે યુવકે ગેલેરીમાં રહેલી ગ્રીલ ફેંકી અને પછી છલાંગ લગાવતા સમયે ગ્રીલ પણ પકડી લીધી હતી. ત્યારપછી નીચે પડ્યો હતો. આ દરમિયાન રસ્તા પરથી પસાર થતાં વાહનો પર પડતાં રહી ગયો હતો. જોકે, નીચે પટકાવાના કારણે માથામાં ગંભીર ઈજા થઈ હતી. દોડી આવેલા લોકોએ યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.
હોસ્પિટલ મોકલેલા પિયુષને ફરજ પરના હાજર ડોકટરોએ મૃત જાહેર કરી દેવામાં આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. હાલ તો યુવકના આપઘાતનું કારણ સામે આવ્યું નથી. પોલીસે પિયુષના આપઘાતને લઈને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.