દિલ્હીના શાહદરા રોડ પર રામ નગર વિસ્તારમાં સાંજે ચાર માળની ઇમારતમાં ભીષણ આગ લાગી હતી.પાંચ ફાયર ફાઈટર અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.ફાયર બ્રિગેડના જવાનોએ 2 કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો છે.આ દરમિયાન બિલ્ડિંગમાં એક બાળક સહિત કુલ છ લોકો ફસાયા હતા, જેમને પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનોએ મળીને બહાર કાઢ્યા હતા.
પીસીઆર ટીમ અને સીએટીએસ એમ્બ્યુલન્સની મદદથી દરેકને બેભાન હાલતમાં જીટીબી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં એક બાળક સહિત ચાર લોકોના મોત થયા હતા.અન્ય લોકોની સારવાર ચાલી રહી છે.
આગ કેવી રીતે લાગી?પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર વાઇપર, રબર અને કટિંગ મશીન પડેલા હતા.અચાનક આગે થોડી જ વારમાં સમગ્ર બિલ્ડિંગમાં ફેલાઇ ગઇ હતી.હાલ પોલીસ આગના કારણની તપાસ કરી રહી છે.શાહદરા જિલ્લા પોલીસના ડેપ્યુટી કમિશનર સુરેન્દ્ર ચૌધરીએ જણાવ્યું કે, રામ નગર વિસ્તારમાં ચાર માળની ઇમારતમાં આગ લાગવા અંગે શુક્રવારે સાંજે 05.22 વાગ્યે એમએસ પાર્ક પોલીસ સ્ટેશનમાં પીસીઆર કોલ આવ્યો હતો.દરમિયાન આગ અંગે ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી.કોલ કરનારે ફાયર વિભાગને જણાવ્યું કે શેરી નંબર 26 પર સ્થિત ઘર નંબર 2473માં આગ લાગી છે.