જૂનાગઢ પોલીસનાં અધિકારીઓએ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી 20 કરોડનો તોડ કર્યો..

Spread the love

કેટલાંક ભ્રષ્ટ અધિકારી-કર્મચારીઓના કારણે સમગ્ર ગુજરાત પોલીસ દળની છબી ખરડાય છે. આ માટે જો કોઈ જવાબદાર હોય તો તે છે સિનિયર IPS અધિકારીઓ. છેલ્લાં કેટલાંક વર્ષોથી પોલીસ વિભાગમાં ચાલતી મોડસ ઓપરેન્ડી થી સિનિયર IPS અધિકારીઓ સંપૂર્ણ રીતે વાકેફ છે અને તેનો હિસ્સો કેટલાંક લાલચુ IPS અધિકારીઓ પાસે પણ પહોંચે છે.

ગુજરાત પોલીસમાં અનેક ભ્રષ્ટ અધિકારીઓ વર્ષોથી રીતસરની લૂંટનો પરવાનો ધરાવતા હોય તેમ વર્તી રહ્યાં છે. તેવા અધિકારીઓની યાદીની શરૂઆતમાં આવતા નામોમાં જો કોઈ નામ આવી શકે તેમ હોય તો તે છે પોલીસ ઈન્સ્પેક્ટર તરલ ભટ્ટ નું. Gujarat Police માં ફરજકાળ દરમિયાન અનેકકાંડ કરી ચૂકેલાં પીઆઈ તરલ આર. ભટ્ટ અને તેમની પડખે ચઢેલાં જુનાગઢ સાયબર ક્રાઈમ સેલ ના પીઆઈ એ. એમ. ગોહિલ અને એએસઆઈ દિપક જાનીએ એક કાંડ રચ્યો. તરલ ભટ્ટએ આપેલી 335થી વધુ જુદાજુદા બેંક એકાઉન્ટની માહિતીના આધારે સાયબર ક્રાઈમ સેલના પીઆઈ એ. એમ. ગોહિલે CRPC 91 અને CRPC 102 હેઠળ નોટિસ કાઢી તમામ બેંક એકાઉન્ટ સ્થગિત (Bank Account Freeze) કરાવી દીધા હતા. બેંક એકાઉન્ટ કાર્યરત કરવા માટે પ્રત્યેક બેંક એકાઉન્ટ ધારક પાસેથી 20-20 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ તમામ હક્કિત એક અરજદારની રજૂઆતમાં સામે આવી હતી. જુનાગઢ રેન્જ ડીઆઈજી નિલેશ જાજડીયા (IPS) એ આ મામલે તપાસ સોંપતા ત્રણેય પોલીસ અધિકારીઓ અને અન્ય સામે જુનાગઢ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો છે.

કેરલાના રહેવાસી કાર્તિક ભંડારીને નવેમ્બર-2023માં માલૂમ પડ્યું કે, તેમનું HDFC બેંક સહિતના 30 એકાઉન્ટ ફ્રિઝ કરી દેવાયા છે. બેંકમાંથી મળેલી માહિતી અનુસાર તેમનું એકાઉન્ટ સ્થગિત કરવા માટે જુનાગઢ Cyber Crime Cell ના પીઆઈ એ. એમ. ગોહિલે સૂચના આપી હતી. કાર્તિક ભંડારીએ પોતાનું બેંક એકાઉન્ટ ખોલાવવા માટે Junagadh Cyber Crime Cell નો ફોનથી સંપર્ક કર્યો હતો. વારંવારં સંપર્ક કરનારા કાર્તિક ભંડારીને પોલીસ ડરાવવા લાગી હતી. જેથી તેઓ ખુદ જુનાગઢ દોડી આવ્યા હતા. Junagadh Cyber Crime Cell ના અધિકારીઓને મળતા તેમને નિવેદન અને દસ્તાવેજોના નામે પરેશાન કરી મુક્યા અને આખરમાં ASI દિપક જગજીવનભાઈ જાનીએ વ્યવહારની વાત કરી હતી. કાર્તિક ભંડારીએ 2-3 લાખ રૂપિયા આપવાની વાત કરતાં PI એ. એમ. ગોહિલ અને ASI દિપક જાનીએ 25 લાખ રૂપિયાની ડિમાન્ડ કરી હતી. આ રકમ આપવા માટે કાર્તિક ભંડારી તૈયાર નહીં હોવાથી તેમણે મિત્રની મદદથી Junagadh Range ડીઆઈજી નિલેશ જાજડીયાનો સંપર્ક કર્યો અને સમગ્ર હક્કિત રજૂ કરી દીધી.

સામાન્ય ગુનેગાર સામે કોઈ ફરિયાદ નોંધવાની હોય તો ગુજરાત પોલીસ પહેલાં આરોપીને ઉપાડી લાવે છે અને ત્યારબાદ FIR નોંધે છે. આ ગંભીર કિસ્સામાં જુનાગઢ પોલીસે પહેલાં ફરિયાદ નોંધી અને બાદમાં આરોપીઓ શોધવાનો ખેલ શરૂ કર્યો હોવાની ચર્ચા Gujarat Police બેડામાં ઉઠી છે. PI A M Gohil, PI Taral Bhatt અને ASI Dipak Jani ને લાભ આપવામાં કોને રસ હતો તે પણ ચર્ચાનો મુખ્ય વિષય બન્યો છે. અત્રે નોંધનીય છે કે, આ મામલામાં પીઆઈ ગોહિલ અને એએસઆઈ દિપક જાનીને તાજેતરમાં જ ફરજ મોકૂફી હેઠળ ઉતારી દેવાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com