યૌન શોષણના આરોપમાં રાજસ્થાનની જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ આસારામની તબિયત લથડતાં હાલ જોધપુર AIIMSમાં સારવાર હેઠળ છે. ત્યારે સુરત જેલમાં બંધ પુત્ર નારાયણ સાંઈએ જામીન માટે હાઇકોર્ટમાં અરજી કરી છે. બીમાર પિતા આસારામની સેવા માટે વચગાળાની જામીન માટે નારાયણ સાંઈએ અરજી કરી છે.
ત્યારે સુરત જેલમાં બંધ આસારામના પુત્ર નારાયણ સાંઈએ જામીન માટે અરજી કરી છે. નારાયણ સાંઈ આસારામના એકમાત્ર પુત્ર હોવાના આધારે 20 દિવસના વચગાળાના જામીન માગ્યા છે. નારાયણ સાંઈની અરજી પર 29 જાન્યુઆરીએ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.