ગુજરાતનાં ડેપ્યુટી મુખ્યમંત્રી કોરોનાવાયરસનાપગલે જણાવ્યુ હતું કે, કોરોનાની મહામારીમાં મોટા ગરબા આયોજનને મંજૂરી મળે તેવી શક્યતા હાલમાં નથી. ગ્રામીણ કક્ષાએ કે પછી શહેરોમાં શેરગરબા સંદર્ભે કેવી રીતે, કયા નિયમો સાથે પરમીશન આપવી તે મુદ્દે હાલ કોઈ નિર્ણય કર્યો નથી. ત્યારે ખાનગી સોસાયટીમાં ગરબાને મંજૂરીની શક્યતા જણાતી નથી. ધાર્મિક માન્યતાને ધ્યાનમાં રાખી ગરબાનું સોસાયટી કે ગામમાં આયોજન કરવા બાબતે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આગામી દિવસોમાં સ્થિતિ મુજબ નિર્ણય લેવાશે, ત્યારે કોરોનાના કેસોની સંખ્યામાં થતો વધારો પણ સરકાર માટે ચિંતાજનક છે.