ભાજપમાં ખાનગી કરાવેલ સર્વે અનુસાર આઠમાંથી ભાજપને ચાર બેઠકો પર જીત મળી શકે છે તેવા સર્વે થી પ્રદેશ કક્ષાએ નેતાઓ ચોંકી ગયા છે ત્યારે આ 4 સીટ પર કોંગ્રેસમાંથી આવેલા ધારાસભ્યોને ટિકિટ આપવી કે કેમ? જે યથાર્થ પ્રશ્ન ઉભો થયો છે, કારણ કે પ્રજા હવે સમજુ થઈ ગઈ છે, ત્યારે વંડી ઠેકીને ગયેલાને જો પાઠ ભણાવવાનો પ્રજાએ ફેંસલો કર્યો હોય તો નુકશાન ભાજપને જાય તેવું છે, ત્યારે હાલ ભાજપમાં ગયેલા 8 ધારાસભ્યો ટિકિટ મેળવવા કમલમ કોબા ખાતે ચકકર કાપી રહ્યા છે. ત્યારે હવે જે 4 સીટનું જોખમ છે તે સીટમાં બીજાને ચાન્સ આપીને કોંગ્રેસમાંથી જે ધારાસભ્યો આવ્યા છે, તેમને ચેરમેન જેવું પદ આપી દે તો નવાઈ નહીં પણ પ્રદેશ પ્રમુખ બદલાઈ જતાં સી.આર.પાટીલ આવ્યા બાદ જૂની નીતિ રીતિ ને ફગાવી દીધી છે, ત્યારે હવે ભાજપ કોંગ્રેસ માંથી આવેલા 8 ધારાસભ્યોને ટિકિટ આપે તો ખભે લઈને જીતાડવા અને દોઢ મહિનાના પ્રજાના કામ ઉપર બ્રેક વાગી જાય.,અને ચૂંટણીમાં વિજય બનાવવા તમામે લાગી જવું પડે, ત્યારે કોરોનાની મહામારીમાં અત્યારે સ્થિતિ કપરી બની છે, ત્યારે ભાજપ માટે પ્રતિષ્ઠાનો સવાલ છે, ત્યાં 8 ધારાસભ્યો ને ટિકિટ આપવી અને સર્વેમાં 4 સિટી જોખમ રૂપ હોવાથી હવે મન બદલાય તેવું લાગી રહ્યું હોવાનું સૂત્રો જણાવે છે.