અમદાવાદની ૧૬ વિધાનસભા માટે નિમાયેલા કોંગ્રેસના પ્રભારીઓને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે માર્ગદર્શન આપ્યું

Spread the love

નવા અને જુના કાર્યકરોની ડેટા બેંક બનાવીને સતત કાર્યક્રમોના સંદેશ પહોંચાડવા થી પક્ષનું સંગઠન વધુ મજબૂત થશે

અમદાવાદ

અમદાવાદ શહેરની ૧૬ વિધાનસભા માટે નિમાયેલા કોંગ્રેસ પક્ષના પ્રભારીશ્રીઓને માર્ગદર્શન આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલ એ જણાવ્યું હતું કે, નવા અને જુના કાર્યકરોની ડેટા બેંક બનાવીને સતત કાર્યક્રમોના સંદેશ પહોંચાડવા થી પક્ષનું સંગઠન વધુ મજબૂત થશે. વોર્ડ સમિતિમાં નવા લોકોને જોડવા માટે અભિયાન ચલાવો. મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવામાં આવશે. જે કોઈ વચ્ચે કોઈ બાબતે મનદુઃખ હોય તો તે દૂર કરીને પક્ષ સાથે જોડવા માટે ભૂમિકા ભજવવાની જવાબદારી છે. સંગઠનના કાર્યક્રમોની સાથે પ્રજાલક્ષી મુદ્દે આગામી સમયમાં લડાઈ લડવામાં આવશે. શહેર – રાજ્ય અને કેન્દ્ર સરકારની નિષ્ફળતાઓને લોકો વચ્ચે ઉજાગર કરવા માટે સંકલન કરીને આંદોલનાત્મક કાર્યક્રમો ઘડી કાઢે.

અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિંમતસિંહ પટેલે જણાવ્યું હતું કે, વિધાનસભાના પ્રભારી નિમણુંકમાં યુવાન, અનુભવી તમામનું સંતુલન જાળવીને તક આપવામાં આવી છે. વોર્ડની ભૌગોલિક વિસ્તાર ઘણો મોટો થઈ ગયો છે. શહેરના નાગરિકોને અનેક તકલીફો છે ત્યારે, વિધાનસભાના પ્રભારી જવાબદારી સાથે જવાબદેહી પણ નક્કી થશે. આગામી ટુંક સમયમાં શહેર સંગઠનમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવશે.કોંગ્રેસ પક્ષ દ્વારા આજરોજ વિધાનસભા દીઠ પ્રભારીની બેઠકમાં કાર્યકારી પ્રમુખશ્રી ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, શહેર કોંગ્રેસ સંગઠન પ્રભારી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખશ્રી બિમલ શાહ, સહપ્રભારી શ્રી રામભાઈ સોલંકી, અમદાવાદ શહેર મ્યુનિ. કોર્પોરેશનના નેતાશ્રી શેહઝાદખાન પઠાણ, ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ ઉપસ્થિત રહી સંગઠનલક્ષી સૂચનો કરીને ટીમ કોંગ્રેસને મજબૂત કરીને પ્રજાનો અવાજ ઉજાગર કરશે.

૪૧ – ઘાટલોડીયા – શ્રી ભીખુભાઈ દવે

૪૨ – વેજલપુર – શ્રી હિરેનભાઈ પટેલ

૪૩ – વટવા – શ્રી શૈલેષભાઈ સિંદે

૪૪ – એલીસબ્રીજ – શ્રી હેતાબેન પરીખ

૪૫ – નારણપુરા – શ્રી દેવર્ષિભાઈ શાહ

૪૬ – નિકોલ – શ્રી દલસુખભાઈ પટેલ

૪૭ – નરોડા – શ્રી દિનેશભાઈ બ્રહ્મભટ્ટ (દિનશા બ્રહ્મભટ્ટ)

૪૮ – ઠક્કરબાપાનગર – શ્રી ધિરેન્દ્રભાઈ પાંડેય

૪૯ – બાપુનગર – શ્રી ભાનુભાઈ કોઠીયા

૫૦ – અમરાઈવાડી – શ્રી મંગલભાઈ સુરજકર

૫૧ – દરિયાપુર – શ્રી અસગર ભાટી

૫૨ – જમાલપુર – શ્રી જુનેદભાઈ શેખ

૫૩ – મણીનગર – શ્રી બળદેવભાઈ દેસાઈ

૫૪ – દાણીલીમડા – શ્રી બિપીનભાઈ બારોટ

૫૫ – સાબરમતી – શ્રી રમણલાલ પટેલ

૫૬ – અસારવા – શ્રી પંકજભાઈ સોલંકી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *