મિત્રો દેશના દરેક લોકોને બાઈક ચલાવતી વખતે સલામતી માટે હેલ્મેટ પહેરવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે અકસ્માતની ઘટના બને ત્યારે હેલ્મેટ ઘણો મદદરૂપ બને છે. છતાં પણ ઘણા લોકો બાઈક ચલાવતી વખતે હેલ્મેટ પહેરતા નથી.ત્યારે તે લોકો માટેનો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ વિડીયો જોઈને સૌ કોઈ લોકોને સમજાય જશે કે હેલ્મેટનું કેટલું મહત્વ છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક અકસ્માતની ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થયેલો આ વિડીયો જોઈને તમારા પણ રુવાડા બેઠા થઈ જશે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક કારની ટક્કરના કારણે બાઇક સવાર રોડ પર પડી જાય છે. આ દરમિયાન કાર બાઈક સવાર યુવકના માથા ઉપરથી પસાર થઈ ગઈ હતી.
પરંતુ યુવકે હેલ્મેટ પહેર્યું હતું એટલે તેને માથામાં કોઈ પણ પ્રકારની ઈચ્છા પહોંચી નથી અને તેનો જીવ પણ બચી ગયો છે. આ ઘટનામાં યુવકને સામાન્ય ઇજા પહોંચી હતી. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થયેલો આ વિડીયો ઈન્સ્ટાગ્રામમાં safecars_india નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં લોકોએ જોયો છે અને વીડિયો જોઈને ઘણા લોકોના તો રુવાડા બેઠા થઈ ગયા છે. જ્યારે વીડિયો જોઈને ઘણા લોકોને હેલ્મેટનું મહત્વ સમજાઈ ગયું છે.