1.3 કરોડની વીમા પોલિસીનાં રૂપિયા પાસ કરાવવા દત્તક દિકરાની હત્યા કરી, હવે પરણીત કપલ ઈંગ્લેન્ડથી ઓસ્ટ્રેલિયામાં 57 મિલિયન પાઉન્ડ (રૂ. 600 કરોડ)ના ડ્રગ્સની દાણચોરી માટે દોષિત ઠેરવવામાં આવ્યા

Spread the love

લંડનમાં રહેતા ભારતીય મૂળના પરિણીત યુગલ અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે. બંનેને ઈંગ્લેન્ડથી ઓસ્ટ્રેલિયામાં 57 મિલિયન પાઉન્ડ (રૂ. 600 કરોડ)ના ડ્રગ્સની દાણચોરી માટે દોષિત ઠેરવવામાં આવ્યા છે. નવાઈની વાત એ છે કે આ કપલ પર ગુજરાતમાં ડબલ મર્ડરનો આરોપ છે. ભારતની તમામ વિનંતીઓ છતાં, બ્રિટિશ અદાલતોએ તેમને પ્રત્યાર્પણ કરવાનો ઇનકાર કર્યો હતો.

હવે સોમવારે તેઓ લંડનથી સિડનીની કોમર્શિયલ ફ્લાઈટ મારફતે રૂ. 600 કરોડના કોકેઈનની દાણચોરી અને મની લોન્ડરિંગના દોષી સાબિત થયા છે.

અહેવાલ મુજબ, નૈરોબીમાં જન્મેલી 59 વર્ષીય બ્રિટિશ ભારતીય આરતી ધીરનો પરિવાર પંજાબના ગુરદાસપુરનો છે. મહિલાનો 35 વર્ષીય પતિ કવલજીત સિંહ રાયજાદા ગુજરાતના કેશોદનો રહેવાસી છે. તે ભારતીય નાગરિક છે અને બંને હેનવેલ (ઈંગ્લેન્ડ)માં રહે છે. તેમને ઓસ્ટ્રેલિયામાં 514 કિલોગ્રામ કોકેન મોકલવાનો દોષી ઠેરવવામાં આવ્યો છે. નેશનલ ક્રાઈમ એજન્સી (NCA)ની તપાસમાં જાણવા મળ્યું છે કે તેઓ આ કોકેન એક કંપની દ્વારા મોકલતા હતા. તેમણે મેટલના ટૂલબોક્સમાં સંતાડીને પ્લેન દ્વારા કોકેઈન મોકલ્યું હતું.

કોકેન મે 2021માં સિડની પહોંચ્યું હતું. આ પછી ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સે તપાસ શરૂ કરી અને આ કપલને આ મોટું કૌભાંડ શોધી કાઢ્યું. અધિકારીઓને ખબર પડી કે આ કોકેન આરતી ધીર અને રાયજાદાએ લંડનથી મોકલાવ્યું હતું. ડ્રગ્સની દાણચોરીના એકમાત્ર હેતુ માટે તેમણે વાઈફલાય ફ્રેઈટ સર્વિસીસ નામની ફ્રન્ટ કંપનીની સ્થાપના કરી હતી.

પ્લાસ્ટિક રેપિંગ પર રાયજાદાના ફિંગરપ્રિન્ટ્સ મળી આવ્યા હતા. દંપતીના ઘરમાંથી જે ટૂલબોક્સમાં ડ્રગ્સ છુપાવવામાં આવ્યું હતું તેની રસીદો મળી આવી હતી. ધીર અને રાયઝાદા બંને લંડનના હીથ્રોમાં ફ્લાઇટ સર્વિસ કંપનીમાં કામ કરતા હતા. જેનો ફાયદો ઉઠાવીને તેમણે પોતાની ગુનાહિત પ્રવૃતિઓને અંજામ આપ્યો હતો. તેમની ધરપકડ પછી, તપાસકર્તાઓને તેના ઘરે લાખો પાઉન્ડની રોકડ અને સોનાનો ઢોળ ચડાવેલી ચાંદીની લગડીઓ મળી આવી હતી.

તેમને સાઉથવાર્ક ક્રાઉન કોર્ટમાં ડ્રગ એક્સપોર્ટના 12 અને મની લોન્ડરિંગના 18 ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. જોકે, ધીર અને રાયજાદાએ આરોપોને નકારી કાઢ્યા છે. હવે NCA તેની ગેરકાયદેસર રીતે હસ્તગત કરેલી મિલકત જપ્ત કરવા તેની સામે કાર્યવાહી શરૂ કરશે.

ગુજરાતમાં ડબલ મર્ડર કેસમાં પણ આ બંને દોષી છે. બેવડી હત્યાના આરોપી દંપતીને ભારતે 2019 માં લંડનથી પ્રત્યાર્પણ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દંપતી પર ગુજરાતમાં 12 વર્ષના અનાથ ગોપાલ સેજાની અને બનેવી હરસુખભાઈ છગનભાઈ કરદાનીની હત્યાનો આરોપ છે. નીતિશ મુંડ સાથે મળીને આ કપલે બંનેની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. ગોપાલ સેજાણીને 2015માં આરતી ધીરે દત્તક લીધો હતો. આરતી ધીરે ગોપાલ માટે રૂ. 1.3 કરોડની વીમા પોલિસી લીધી હતી. તેના પૈસાનો દાવો કરવા માટે, બંનેએ કથિત રીતે દત્તક લીધેલા છોકરાની હત્યા કરી હતી.

8 ફેબ્રુઆરી 2017ના રોજ જૂનાગઢના કેશોદમાં ગોપાલ અને કરદાની પર બે નકાબધારી હત્યારાઓએ હુમલો કર્યો હતો. બાદમાં હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું હતું. ધીર અને રાયજાદા પર હત્યારાઓને અને મુંડને 5 લાખ રૂપિયા આપવાનો આરોપ છે. 2 જુલાઈ, 2019 ના રોજ, લંડનની કોર્ટ દ્વારા તેની પ્રત્યાર્પણની વિનંતીને નકારી કાઢવામાં આવી હતી.ભારતમાં બાળકની હત્યા કર્યા બાદ તેઓ લંડનમાં મોજ માણી રહ્યા હતા, કપલે 600 કરોડનું કોકેન ઓસ્ટ્રેલિયા મોકલ્યું હતું. નવાઈની વાત એ છે કે આ કપલ પર ગુજરાતમાં ડબલ મર્ડરનો આરોપ છે. ભારતની તમામ વિનંતીઓ છતાં, બ્રિટિશ અદાલતોએ તેમને પ્રત્યાર્પણ કરવાનો ઇનકાર કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com