અમદાવાદ
AMCના એસ્ટેટના વોર્ડ ઇન્સ્પેક્ટર સામે અપ્રમાણસર મિલકતનો ગુનો લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા નોંધાતા તેના અનુસંધાનમાં એસ્ટેટ વિભાગ મા ફેલાયેલા વ્યાપક ભ્રષ્ટ્રાચાર માટે મ્યુનિસિપલ કમિશ્નરને આજે સાંજ ના ૫ કલાકે વિરોધ પક્ષનાા નેતા શહેજાદ ખાન પઠાણ દ્વારા આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
શહેજાદ ખાન પઠાણ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમદાવાદ મ્યુનિ કોર્પોરશન ના એસ્ટેટ વિભાગ મા પાછલા ઘણા વર્ષો થી લાંચ રુશ્વત ની ઘણી વાતો સાંભળવામા આવતી હતી જેના સંદર્ભે લાંચ રુશ્વત વિરોધી બ્યુરો દ્વારા એસ્ટેટ વિભાગ ના ટીડીઓ વિભાગ ના અધિકારી ની તપાસ કરતા ટી.ડી.ઓ. વિભાગના વોર્ડ ઇન્સ્પેકટર સુનીલ રાણાની આવક અને મિલકતોનું ફોરેન્સીક ઓડીટ કરવામાં આવ્યુ હતુ જે રીપોર્ટમાં ચોકાવનારી વિગતો આવી હતી કે સુનીલ રાણા તેમની સત્તારવાર આવક કરતા ૩૦૬ ટકા વધારે એટલે કે રૂ.૨.૭૫ કરોડની વધારે સંપત્તી ધરાવે છે આ સંપત્તી તેમની પત્નિ અને સંતાનોના નામે રોકાણ કરવામાં આવી હતી જેના આધારે એ.સી.બી.એ તપાસ શરૂ કરી છે અને મિલકતો ટાંચમાં લેવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. જે સાબીત કરે છે કે અમદાવાદ મ્યુનિ. કો. ના એસ્ટટ ટી.ડી.ઓ. વિભાગમાં મોટા પાયે ભષ્ટ્રાચાર આચરવામાં આવે છે આ સાથે જ જો યોગ્ય તપાસ કરવામાં આવે તો અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના એસ્ટેટ ટી.ડી.ઓ. વિભાગ સહીત તમામ વિભાગોમાં વ્યાપક ભષ્ટ્રાચાર જણાઇ આવશે. આ સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા રજુઆત કરવામાં આવે છે કે એસ્ટેટ ટી.ડી.ઓ. વિભાગ સહીત તમામ વિભાગોમાં યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ભષ્ટ્રાચાર રોકવામાં આવે.