વાસ્તવમાં, ઝારખંડના કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસ કરવા માટે EDના અધિકારીઓ સોમવારે સવારે મુખ્યમંત્રી હેમંત સોરેનના દક્ષિણ દિલ્હીમાં 5/1 શાંતિ નિકેતન નિવાસસ્થાને પહોંચ્યા હતા. સોરેન તેના ઘરે ન મળ્યા હોવાથી, EDના અધિકારીઓએ 13 કલાક સુધી બહાર પડાવ નાખ્યો હતો, જે દરમિયાન તેઓએ પરિસરની તપાસ કરી હતી.
तलाश है झारखंड के गुमशुदा मुख्यमंत्री की…
जिन किसी भी सज्जन को यह व्यक्ति दिखें तो, दिए गए पते पर तुरंत सूचित करें।
सही जनकारी देने वाले को 11 हजार रुपये नगद राशि दी जाएगी। pic.twitter.com/9nvFhVQlnl
— Babulal Marandi (@yourBabulal) January 30, 2024
જોકે ED રેડ કરી રહી છે, ત્યારે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન લાપતા છે, તેઓ અંડરગ્રાઉન્ડ થયાં છે, બીજી તરફ EDને તેમના નિવાસ સ્થાનેથી મોટી માત્રમાં રોકડ રકમ અને મુદ્દામાલ મળ્યો છે.
સૂત્રોએ જણાવ્યું કે દિવસભર ચાલેલા ઓપરેશન દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમોએ અંદાજે 36 લાખ રૂપિયા રોકડા, હરિયાણા નંબર પ્લેટવાળી ‘અનામી’ BMW કાર ઉપરાંત કેટલાક ‘ગુનાહિત’ દસ્તાવેજો જપ્ત કર્યા છે. તપાસ એજન્સી સાથે જોડાયેલા એક સૂત્રના જણાવ્યા અનુસાર હેમંત સોરેનની કારમાંથી 36 લાખ રૂપિયાની રોકડ મળી આવી છે.
48 વર્ષીય સીએમ સોરેને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને જાણ કરી હતી કે તેઓ બુધવારે બપોરે 1 વાગ્યે તેમના નિવાસસ્થાને તેમનું નિવેદન નોંધવા માટે તૈયાર છે. દરમિયાન, રાંચીમાં, ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ) ના એક અધિકારીએ જણાવ્યું હતું કે ઝારખંડમાં જેએમએમની આગેવાની હેઠળના શાસક ગઠબંધનના તમામ ધારાસભ્યોને રાજ્યની રાજધાનીની બહાર ન જવા માટે કહેવામાં આવ્યું છે અને આ અંગે ચર્ચા કરવા માટે મંગળવારે એક બેઠક યોજવામાં આવશે. રાજ્યની વર્તમાન રાજકીય પરિસ્થિતિમાં ભાગ લેવા જણાવ્યું છે.