ગાંધીનગરના સેકટર – 13માં કૂતરાઓને હેરાન કરવાના મુદ્દે ત્રણ શખ્સોએ કલોલની સ્વામીનારાયણ યુનિવર્સિટીનાં વિદ્યાર્થીને ઘેરી લઈ ગડદાપાટુનો માર મારી પટ્ટા વડે ફટકારી માથામાં પણ ઈજાઓ પહોંચાડવામાં આવતાં સેકટર – 7 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરના સેકટર – 13/એ, પ્લોટ નંબર – 596/2
માં રહેતો 18 વર્ષીય મીત મુકેશભાઇ જોષી કલોલની
સ્વામિનારાયણ યુનિવર્સિટીમાં ડી – ફાર્મનાં પ્રથમ વર્ષમાં
અભ્યાસ કરે છે. ગઈકાલે મીત તેના ઘરની પાસેના અંબાજી
મંદિર નજીક સાયકલ ચલાવી રહ્યો હતો. જ્યાં અન્ય
છોકરાઓ પણ ફરતાં હતાં. તે વખતે અચાનક કૂતરાઓ
ભસવા લાગ્યા હતા. આથી એક અજાણ્યા વૃદ્ધ બા એ
મીતને કહેલું કે તું કેમ કૂતરાંઓને હેરાન કરી રહ્યો છે. જેથી
મીતે અન્ય છોકરાઓ હેરાન કરતા હોવાનો પ્રત્યુત્તર આપ્યો
હતો. આ દરમિયાન ત્યાં ઉભેલા દક્ષ નગીનભાઈ સોલંકી
(રહે. સેક્ટર-13/એ) એકદમ ઉશ્કેરાઈ જઈ તું કેમ મારું
નામ આપી રહ્યો છે તેમ કહી બોલાચાલી કરવા લાગ્યો હતો.
બાદમાં તેણે પોતાના અન્ય મિત્રો પાર્થ હિતેશભાઈ સોની
તથા જશવંત અજાનસિંઘભાઈ પરમાર (રહે.સેક્ટર-૧૩) ને
બોલાવી લીધા હતા.
જેઓ દક્ષનું ઉપરાણું લઇ મીત સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા. બાદમાં ત્રણેય જણે ભેગા મીતને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. અને જશવંત પેન્ટનો પટ્ટો કાઢી ફરી વળ્યો હતો. જ્યારે પાર્થે તેના હાથમાં રહેલ કડુ માથાના ભાગે માર્યું હતું. જેનાં કારણે માથામાંથી લોહી નીકળવા લાગતાં મીત સાયકલ લઇને ઘરે જતો રહેલ. બાદમાં તેની માતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા.આ અંગે સેકટર – 7 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.