આવતીકાલે બીજી ઓક્ટોબરે મહાત્મા ગાંધી જન્મજયંતી નિમિત્તે ગાંધીનગરથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં વિવિધ ઇ-કાર્યક્રમો યોજાશે

Spread the love

Congress has no credible leader in Gujarat: Vijay Rupani - Oneindia News

આવતીકાલે તારીખ બીજી ઓક્ટોબરે મહાત્મા ગાંધી જન્મજયંતી નિમિત્તે ગાંધીનગરથી મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં વિવિધ વિકાસ પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમૂર્હુત કરવામાં આવશે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા નલ સે જલ યોજના અંતર્ગત પોરબંદર, આણંદ, મહેસાણા અને ગાંધીનગર એમ ચાર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ૧૦૦ ટકા નળ જોડાણ દ્વારા શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાની જાહેરાત કરવામાં આવશે. આ પ્રસંગે નવી દિલ્હીથી કેન્દ્રિય જળ મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ શેખાવત ઇ-માધ્યમથી જોડાશે.  જેમાં મહેસાણા ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, રાજકોટથી મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા, ગાંધીનગરથી મંત્રી શ્રી ગણપતભાઇ વસાવા, પોરબંદરથી મંત્રી શ્રી જવાહરભાઇ ચાવડા તેમજ આણંદ ખાતે રાજ્ય મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા મહિલા અને બાળ કલ્યાણ વિભાગ અંતર્ગત રાજ્યમાં ૧૦૦૧ આંગણવાડીઓનું ઇ-લોકાર્પણ અને ઇ-ભૂમિપૂજન, વિવિધ આંગણવાડી ખાતે ગુજરાત હેન્ડવોશ કેમ્પેઇનનો પ્રારંભ, રાજ્યકક્ષાના માતા યશોદા એવોર્ડ અને મહિલા એવોર્ડનું વિતરણ અને NITA એપ અને ડેશ બોર્ડનું ઇ-લોન્ચિંગ કરવામાં આવશે. જેમાં ગાંધીનગર ખાતે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી ગણપતભાઇ વસાવા ઉપસ્થિત રહેશે. જ્યારે વિવિધ જિલ્લાઓમાં વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી સહિત મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, બોર્ડ નિગમના ચેરમેનશ્રીઓ ઉપસ્થિત રહેશે.  મહાત્મા ગાંધીની જન્મજ્યંતી નિમિત્તે કિર્તી મંદિર પોરબંદર ખાતે યોજાનાર સર્વધર્મ પ્રાર્થના સભામાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી વર્ચ્યુઅલ માધ્યમથી ગાંધીનગરથી જોડાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com