મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે મોબાઇલ ટુ સ્પોર્ટ્સ, રમતવીરો માટે રોજગાર માર્ગદર્શન કેન્દ્ર અને ગ્રામ્ય રમત ગમત વિકાસ યોજના અંતર્ગત ૫૦૦ ગામડાઓમાં રમતના મેદાનો તૈયાર કરવાના ત્રિવિધ કાર્યક્રમોનું ઇ-લોન્ચિંગ કરાયું

Spread the love

ગુજરાતના યુવાનો રમતમાં રાષ્ટ્રીય અને વૈશ્વિક કક્ષાએ પોતાનું શ્રેષ્ઠ કૌવત બતાવીને ગુજરાત અને દેશનું નામ રોશન કરે, ગુજરાતના રાષ્ટ્રીય-વૈશ્વિક કક્ષાએ પદક વિજેતા ખેલાડીઓની રોજગારી-નોકરીની ચિંતા રાજ્ય સરકાર કરશે તેમ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રમત ગમત વિભાગ અંતર્ગત તૈયાર કરાયેલ ત્રિવિધ કાર્યક્રમોનું ગાંધીનગરથી ઇ-લોન્ચિંગ કરતાં જણાવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આજે મોબાઇલ ટુ સ્પોર્ટ્સ-ઘરમાં જ રમીએ યોજના, ૩૩ જિલ્લાઓમાં રમતવીરો માટે રોજગાર માર્ગદર્શન કેન્દ્ર અને ગ્રામ્ય રમત ગમત વિકાસ યોજના અંતર્ગત વિવિધ જિલ્લાના ૫૦૦ ગામડાઓમાં રમતના મેદાનો તૈયાર કરવાના એમ ત્રિવિધ કાર્યક્રમોનું ઇ-લોન્ચિંગ કરાયું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રી દ્વારા મોબાઇલ ટુ સ્પોર્ટ્સનું ફેસબુક પેજ, યુ-ટ્યુબ ચેનલ, થીમ સોંગ અને ખેલાડીઓ માટેના રોજગાર માર્ગદર્શન કેન્દ્રનું ફેસબુક પેજ લોન્ચ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ વિવિધ જિલ્લાઓમાં ઉપસ્થિત રમતવીરો અને રમત ગમત વિભાગના અધિકારીઓને આ ત્રિવિધ કાર્યક્રમોના ઇ-લોન્ચિંગ બદલ શુભેચ્છાઓ અને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં સાવચેતી સાથે ગુજરાત સરકારે વિકાસના કામો અટકવા દીધા નથી. કોરોનાએ આપણને ફિઝિકલી નહી પણ ડિજિટલી કાર્યક્રમોનું આયોજન કરતા કર્યા છે. આપણી જીવન પદ્ધતિમાં ખૂબ મોટો બદલાવ આવ્યો છે. છેલ્લા ચાર મહિનાથી રમત ગમત સહિત વિવિધ વિભાગના પ્રજાકલ્યાણના વિકાસના કામોનું ઇ-લોકાર્પણ, ઇ-ખાતમુર્હૂત કરવામાં આવી રહ્યું છે.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના મંત્ર “જાન ભી હૈ જહાંન ભી હૈ”ને ધ્યાને રાખીને સંક્રમણથી બચીને આપણી રોજીંદી પ્રવૃત્તિઓ કરવાની છે. રમત ગમત શરીર અને મનને પ્રફુલીત રાખે છે. દરેક ક્ષેત્રની જેમ ખેલકૂદમાં પણ ગુજરાત અગ્રેસર રહે તે માટે ગુજરાત સરકારે ચાલુ વર્ષના બજેટમાં રૂ. ૫૦૦ કરોડની રકમ ફાળવી છે. સ્પોટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત-SAG દ્વારા આગામી સમયમાં દરેક જિલ્લામાં ઓલોમ્પિક કક્ષાની તાલીમ માટે રમત ગમત એકેડેમી શરૂ કરાશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવ્યો હતો. આજે ખેલ મહાકુંભની સાથે કલા મહાકુંભ શરૂ કરીને ગુજરાતના યુવાનોને ખેલ અને કલામાં તૈયાર કરી રહ્યા છીએ. તેમણે ઉમેર્યું હતું કે, રમશે ગુજરાત જીતશે ગુજરાતના મંત્રને સાકાર કરવા રાજ્યના અંતરીયાળ ગામના યુવાનોમાં છુપાયેલી પ્રતિભાને બહાર લાવવા માટે રાજ્ય સરકારે ગ્રામ્ય રમત ગમત વિકાસ યોજના અમલી બનાવી છે. છેવાડાના ગામના યુવાનની રમત ગમત પ્રતિભા બહાર લાવવા પ્રથમ તબક્કામાં તમામ તાલુકા દીઠ બે ગામમાં એમ કુલ ૫૦૦ મેદાન તૈયાર કરાશે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રમત ગમતથી રોજગારી મળતી નથી તેવી માન્યતા દૂર કરવા રાજ્ય સરકાર ગુજરાતના રાષ્ટ્રીય અને વૈશ્વિક કક્ષાએ પદક વિજેતા ખેલાડીઓને રોજગારી-નોકરી મળી રહે તેવા રમતવીરો માટે આજથી રોજગાર માર્ગદર્શન કેન્દ્ર શરૂ કરાયા છે. શ્રેષ્ઠ ખેલાડીઓના જીવન નિર્વાહની ચિંતા રાજ્ય સરકાર કરશે. ગુજરાતના યુવાનોએ સ્ટાર્ટઅપ, ઇનોવેશન ક્ષેત્રે પોતાનું કૌશલ્ય બતાવ્યુ છે. જ્યારે આવનાર દિવસોમાં રમત ગમત ક્ષેત્રે પણ ગુજરાતના યુવાનો શ્રેષ્ઠ કૌશલ્ય બતાવીને ગુજરાતને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધિ અપાવશે તેવી મુખ્યમંત્રીશ્રીએ આશા વ્યક્ત કરી હતી. રમત ગમત રાજ્ય મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે ગુજરાતના ખેલાડીઓ માટેની ત્રણ નવી યોજનાઓના ઇ-લોન્ચિંગ પ્રસંગે શુભેચ્છા આપતાં જણાવ્યું હતું કે, તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શબ હેઠળ શરૂ કરાયેલ ખેલ મહાકુંભ દ્વારા ગુજરાતના ખેલાડીઓએ રમત ગમતમાં ગુજરાતને ગૌરવ અપાવ્યુ છે. કોરોના મહામારીમાં પણ ઘરમાં રહીને રમત રમીએ તે માટે મોબાઇલ ટુ સ્પોર્ટ્સ, ગ્રામ્ય સ્તરે રમત ગમતના વિકાસ માટે ૫૦૦ ગામડાઓમાં કબડ્ડી, ખો-ખો, વોલીબોલ, એથલેટિક ટ્રેક જેવા રમત ગમતના મેદાનો અને પદક વિજેતા રમતવીરોને નોકરી અને રોજગારી માટે માર્ગદર્શન મળી રહે તે માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં રોજગાર માર્ગદર્શન કેન્દ્ર પ્રારંભ કરવામાં આવ્યુ છે.

રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી સી. વી. સોમે આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરીને રમત વિભાગ દ્વારા તૈયાર કરાયેલ ત્રણેય યોજનાનું વિગતવાર રૂપરેખા આપી હતી. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સચિવશ્રી કુ. અંજનાબેન પટેલે આભાર વિધિ કરી હતી. આ કાર્યક્રમમાં ગાંધીનગર ખાતે સંગીત નાટક અકાદમીના ચેરમેન શ્રી પંકજભાઇ ભટ્ટ તેમજ વિવિધ જિલ્લા મથકોએ જિલ્લા રમત ગમત વિકાસ અધિકારી, જિલ્લા કોચ, ટેનિસ ખેલાડીશ્રી હરમિત દેસાઇ, વિવેકાનંદ યુવક બોર્ડના સભ્યો સહિત અધિકારીઓ-ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com