*આગામી માર્ચ મહિનામાં વિશાળ બ્રહ્મ એક્સ્પોનું આયોજન કરવામાં આવશે.*
*તારીખઃ 31-01-2024ના રોજ આશ્રમ રોડ, અમદાવાદ ખાતે સ્નેહ મિલન સમારોહ યોજાશે.*
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાના પ્રમુખ અને સમાજના અગ્રણી આગેવાનોની ઇચ્છાને માન આપી, સંસ્થાના ટ્રસ્ટી શ્રી ડૉ. યજ્ઞેશ દવેને સંસ્થાના મુખ્ય કન્વીનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તે ગૌરવની વાત છે સમાજના લોકો સાથે રહે અને તેમની ઇચ્છાને ધ્યાને રાખી શ્રી ડૉ. યજ્ઞેશ દવેના સન્માન સમારોહ આવતીકાલે તારીખ 31 જાન્યુઆરી 2024ના રોજ H.K હોલ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે સાંજે 07.00 કાલકે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સમાજના પરિવાજનોને મોટી સંખ્યામાં જોડાવવા ભાવ ભર્યું આમંત્રણ છે.
સંસ્થાના ટ્રસ્ટીશ્રી તેમજ મુખ્ય કન્વીનરશ્રી ડૉ. યજ્ઞેશ દવેના માર્ગદર્શનમાં સમાજના લોક હિત ને ધ્યાને રાખી વિવિધ સમાજલક્ષી પ્રવૃતિઓનો પ્રારંભ કરવામાં આવનાર છે જે નીચે પ્રમાણે છે.
The Maharaj નામની એપ લોન્ચ કરવામાં આવશે આ એપ કર્મકાંડી બ્રાહ્મણોના ઉત્થાન તેમજ અન્ય પ્રશ્નોને આવરી શકશે. આ એપના માધ્યમથી સમગ્ર ગુજરાતભરમાં કર્મકાંડ વ્યવસાય સાથે સંકળાયેલા ભૂદેવોની સંપર્ક યાદી( નામ, નંબર, એડ્રેસ) પણ રહેશે જેથી કર્મકાંડ કરાવવા ઇચ્છુક યજમાનને બ્રાહ્મણનો સંપર્ક સરળતાથી કરી શકશે.
ડાયાલીસીસ તેમજ અમુક પ્રકારના બ્લડ રિપોર્ટ મફત કરાવવી આપવામાં આવશે જે અંકુર અમદાવાદ ખાતે આવેલ કામેશ્વર મેડિકલ સેન્ટર તેમજ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજયકક્ષાના સંયુકત ઉપક્રમે સમાજના લોકોને મદદ કરવામાં આવશે.
સમાજના બિઝનેસ ફાર્મનો વેપાર વધે અને બિઝનેસને નવી દિશા મળે તે હેતુથી બ્રહ્મ બિઝનેસ એક્સપોનું ભવ્ય આયોજન ટુક સમયમાં સંસ્થા દ્વારા યોજવા જઇ રહ્યુ છે જેમાં 300 થી વઘારેની સંખ્યામાં બ્રાહ્મણ બિઝનેસ સ્ટોલ રહેશે તેમજ ગુજરાતની જનતા માટે ત્રણ દિવસ સુધી સ્ટોલની મુલાકાત લઇ શકશે.
ડૉ અશ્વિન ત્રિવેદી
ગીરીશભાઈ ત્રિવેદી
મહામંત્રી
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા