દેશમાં કોરોના ના કારણે અર્થતંત્ર થી લઈને અનેક મુશ્કેલીઓનો દેશ સામનો કરી રહ્યો છે ત્યારે પ્રાઇવેટ સેક્ટરમાં પણ નોકરીઓ મેળવવા કરતા છુટા કરવા અને બેકારીનો આંક સડસડાટ ઊંચે જઇ રહ્યો છે.
ત્યારે સરકારી નોકરી મેળવવા અનેક ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ પરીક્ષા પાસ કર્યા પછી પણ કોઈ નોકરીના ઓર્ડર ઇસ્યુ થતા નથી અને જે થાય છે તેમાં પણ જે વિરોધ થઈ રહ્યો છે વિદ્યાર્થીઓનું તેમાં સાચી વસ્તુ ની માત્રા પણ દેખાઇ રહી છે શિક્ષિત યુવાનો પોતાની રોજગારી માટે પાંચ વર્ષથી પરીક્ષા પાસ કર્યા બાદ પણ કચેરી કોર્ટના ધક્કા ખાઇ રહ્યા છે ત્યારે સરકાર દ્વારા ફક્ત હૈયા ધારણ આપ્યા બાદ કોઈ નિવેડો ન આવતાં દિનેશ બાંભણિયા એ લોલીપોપ ગણાવી છે.
સરકાર જે વાયદા કરેલા તે વાયદામાં પરિપૂર્ણ ઉતરી નથી ત્યારે અમુક મુલાકાત અધિકારીઓની માંગવા છતાં મુલાકાત આપવામાં આવતી નથી અને પોલીસને બોલાવવાની ધમકી આપવામાં આવે છે ત્યારે હવે ધીરજ ખૂટતા અહિંસક માર્ગે ગાંધીનગરના મહાત્મા મંદિર કુટીર થી ગાંધી આશ્રમ સુધી પદયાત્રા કરવાની ચીમકી ઉચ્ચારી છે ત્યારે આવતીકાલે બીજી ઓક્ટોબર ની દિવસે દાંડી કુટીર યાત્રા જાળવવાના નિર્ધાર સાથે આજરોજ દિનેશ બાંભણિયા દ્વારા જણાવ્યું છે.